દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા ઘાતક કાર બોમ્બ વિસ્ફોટની તપાસમાં અમેરિકાએ ભારતને મદદની
ઓફર કરી છે. જો કે, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતીય તપાસ એજન્સીઓની
કાર્યક્ષમતાની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘તેમને અમેરિકાની મદદની જરૂર નથી.’
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ બુધવારે (12મી નવેમ્બર)ના રોજ કેનેડામાં આયોજિત G7
વિદેશ મંત્રીઓની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે, ‘અમે દિલ્હી
કાર બ્લાસ્ટ કેસમાં ભારતને મદદની ઓફર કરી છે. પરંતુ મારું માનવું છે કે તે (ભારતીય તપાસ
એજન્સીઓ) ખૂબ જ સક્ષમ છે. તેમને અમારી મદદની જરૂર નથી અને તે ખૂબ સારું કામ કરી રહ્યા છે.’
આ નિવેદન NIA જેવી ભારતીય એજન્સીઓની તપાસ ક્ષમતા પર અમેરિકાના વિશ્વાસને દર્શાવે છે.






