ઉત્તર પ્રદેશમાં જાનૈયા સાથે અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારે લગ્નથી પરત ફરતી વખતે
જાનૈયાઓની ગાડી નહેરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થઈ ચુક્યા છે. કાર
ડ્રાઇવરની સ્થિતિ હાલ નાજુક છે. આ અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ
હતી અને ગ્રામીણોની મદથી કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રાઇવરને એમ્બ્યુલન્સથી
હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, લગ્નથી પરત ફરી રહેલા જાનૈયાઓની કાર ઢખેરવા-ગિરજાપુરી હાઇવે પર
અનિયંત્રિત થઈ ગઈ અને શારદા નહેરમાં ખાબકી હતી. કાર પડવાનો અવાજ આવતા જ આજુબાજુના
લોકો દોડીને આવ્યા અને પોલીસને આ વિશે સૂચના આપી. કારનો દરવાજો લૉક હોવાના કારણે અંદર
બેઠલા લોકો બહાર આવી શક્યા નહીં અને ન તો ગ્રામીણો કારનો દરવાજો ખોલી શક્યા. લોકો કંઇ કરી
શકે તે પહેલાં જ કાર નહેરમાં ડૂબી ગઈ હતી.





