રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતનો બીજો દિવસ છે. રશિયન રાષ્ટ્રપતિ આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત કર્યા બાદ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સ્વાગત કાર્યક્રમ બાદ પુતિન રાજઘાટ ગયા હતા અને મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. ભારતના તેમના પ્રવાસમાં મહત્વપૂર્ણ બાબત પ્રધાનમંત્રી મોદી સાથેની બેઠક છે.આ બેઠકમાં સંરક્ષણ,વ્યાપાર સહિતની બાબતોની ચર્ચા મુખ્ય છે.
પીએમ મોદી સાથે પુતિનની બેઠકનું મહત્વ
નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચેની આ રાજદ્વારી બેઠક ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે. વાતચીતમાં મુખ્યત્વે આ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે:
ઊર્જા સહયોગ: ઓઇલ સપ્લાય અને ન્યુક્લિયર એનર્જી સેક્ટરમાં સહયોગના નવા માર્ગો શોધવા પર વાત થશે.
સંરક્ષણ ડીલ્સ: ભારતની મહત્ત્વપૂર્ણ S-400 એર ડિફેન્સ સિસ્ટમ અને Su-57 ફાઇટર જેટ્સની ખરીદી અંગે પણ વાતચીત આગળ વધવાની સંભાવના છે.
વૈશ્વિક ભૌગોલિક-રાજકીય (Geopolitical) પરિવર્તનો વચ્ચે પુતિનનો આ પ્રવાસ ભારત-રશિયાના સંબંધોના મહત્વને દર્શાવે છે, જેમાં બંને દેશો તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માંગે છે.
પુતિનના આજના કાર્યક્રમો
બપોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રશિયા-ભારત દ્વિપક્ષીય બેઠકનું નેતૃત્વ કરશે. વ્લાદિમીર પુતિન આજે ભારતીય ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચે રોકાણ અને વેપાર વધારવાની તકો શોધશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક બાદ હૈદરાબાદ હાઉસમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જ્યાં મુખ્ય જાહેરાતો થવાની સંભાવના છે.
સાંજે 7:00 વાગ્યે : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરવા માટે રાષ્ટ્રપતિ ભવન જશે.મુલાકાત બાદ તેઓ ભારતમાંથી રશિયા માટે પ્રસ્થાન કરશે




