દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિગ્ગજ મલયાલમ એક્ટર શ્રીનિવાસનનું 69 વર્ષની વયે અવસાન થયું
છે. શ્રીનિવાસને લગભગ ચાર દાયકા સુધી પોતાના અભિનયથી દર્શકોનું મનોરંજન કર્યું છે. એક મહાન
એક્ટર હોવા ઉપરાંત, તેઓ એક પ્રખ્યાત લેખક અને નિર્માતા પણ હતા. તેમણે પોતાની કારકિર્દીમાં
225થી વધુ ફિલ્મોમાં અભિનય કરીને ફેન્સના દિલ જીતી લીધા. તેમના નિધનથી મલયાલમ ફિલ્મ
ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. શ્રીનિવાસનના નિધનથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
શ્રીનિવાસન મલયાલમ સિનેમામાં એક પ્રખ્યાત નામ હતું. કેરળના કન્નુર જિલ્લામાં થાલાસેરી નજીક
જન્મેલા શ્રીનિવાસને તેમની કારકિર્દીમાં 225થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. તેઓ શાનદાર ફિલ્મોનો
ખજાનો પાછળ છોડી ગયા છે. લગભગ પાંચ દાયકા સુધી દર્શકોનું મનોરંજન કરનારા શ્રીનિવાસનના
અચાનક અવસાનથી તેમના ચાહકોને આઘાત લાગ્યો છે.
અભિનય અને ડિરેક્શન ઉપરાંત, શ્રીનિવાસને ઘણી શાનદાર ફિલ્મો પણ લખી જે આજે પણ દર્શકોની
પસંદ છે. આમાં “ઓડારુથમ્માવ આલરિયમ,” “સનમાનસુલ્લાવક્કુ સમાધાનમ,” “પટ્ટનપ્રવેશમ,”
“સંદેસમ,” “નાદોદિકટ્ટુ,” “ગાંધીનગર 2જી સ્ટ્રીટ,” “ઓરુ મારવથુર કનવુ,” “ઉદયાનુ થારમ,” અને “કથા
પરાયમ્પોલ” જેવી ક્લાસિક ફિલ્મો સામેલ છે. શ્રીનિવાસનને તેમની શાનદાર કારકિર્દી માટે નેશનલ ફિલ્મ
એવોર્ડ, બે ફિલ્મફેર સાઉથ એવોર્ડ્સ અને છ કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ મળ્યા હતા.





