એર ઇન્ડિયાની એક ફ્લાઇટને આજે ટેકનિકલ ખામીને કારણે તેની નિર્ધારિત મુસાફરી રદ કરીને દિલ્હી
પરત ફરવાની ફરજ પડી હતી. દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ AI 887 માં ટેકઓફ થયાના થોડા સમય
પછી જ ટેકનિકલ સમસ્યા ઉદ્દભવતા વિમાનને દિલ્હી એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું. આ ઘટનામાં
તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર આજે સવારે IGI એરપોર્ટથી ટેકઓફ કર્યા પછી, દિલ્હીથી મુંબઈ જતી એર
ઇન્ડિયાની ફ્લાઇટમાં એન્જિન ફેલ થઈ ગયું હતું, જેના લીધે વિમાનને દિલ્હી પરત ફરવાની ફરજ પડી
હતી.આજે સવારે 6:10 વાગ્યે ટેકઓફ થયા પછી તરત જ વિમાનનું એક એન્જિન ફેલ થઈ ગયું અને
સવારે 6:52 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું. બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. એર
ઇન્ડિયાએ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.
એર ઇન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 22 ડિસેમ્બરના રોજ દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ
AI887, ટેકઓફ પછી ટેકનિકલ સમસ્યાને કારણે, માનક સંચાલન પ્રક્રિયા મુજબ દિલ્હી એરપોર્ટ પર
પાછી ફરી હતી. બધા મુસાફરોને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા અને તેમની સલામતી
સુનિશ્ચિત કરવામાં આવી છે. બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે.





