Saturday, April 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશ : યુનુસે રાજીનામું આપ્યા બાદ સેવન સિસ્ટર્સ અંગે નિવેદન કરી ભારત વિરોધી માનસિકતા છતી કરી

વિદાય વખતના ભાષણમાં ભારતનો ઉલ્લેખ કર્યા વગર પૂર્વોત્તર રાજ્યો અંગે નિવેદન આપ્યું

dharmendravaghela by dharmendravaghela
2026-02-17 11:54:00
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશમાં નવી સરકારની રચના પૂર્વે અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે વિદાય ભાષણ આપ્યું હતું. 18 મહિનાનો કાર્યકાળ પૂર્ણ કરી તારિક રહેમાનને સત્તા સોંપતા પહેલાં તેમણે વિદેશ નીતિની સિદ્ધિઓ વર્ણવી હતી. જોકે, તેમણે ચાલાકીપૂર્વક ભારતનું નામ લેવાનું ટાળ્યું હતું, પરંતુ પૂર્વોત્તર રાજ્યો એટલે કે ‘સેવન સિસ્ટર્સ’નો ઉલ્લેખ કરી પોતાની વ્યૂહાત્મક મનસા સ્પષ્ટ કરી દીધી હતી.

યુનુસે તેમના અંતિમ સંબોધનમાં ફરી ભારતની ‘સેવન સિસ્ટર્સ’નો ઉલ્લેખ કરી ઉશ્કેરણીજનક વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘બાંગ્લાદેશનો સમુદ્ર વિશ્વ અર્થતંત્રનું દ્વાર છે અને નેપાળ, ભૂતાન તથા સેવન સિસ્ટર્સ સાથે આ ક્ષેત્રમાં આર્થિક વિકાસની મોટી તકો છે. અમે અમારા બંદરોની ક્ષમતાને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ જવા માટે દુનિયાની શ્રેષ્ઠ પોર્ટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે કરાર કરવામાં પ્રગતિ કરી છે. જો આપણે આ ક્ષમતા વધારવામાં સફળ નહીં થઈએ, તો આર્થિક રીતે પાછળ રહી શકીએ છીએ.’યુનુસે પોતાના વિદાય પ્રવચનમાં ભારતનું નામ લેવાનું ટાળ્યું હોવા છતાં પૂર્વોત્તર રાજ્યોનો ઉલ્લેખ શા માટે કર્યો? શું આ પાડોશી દેશ પ્રત્યેના દ્રષ્ટિકોણને બદલવાની તેમની કોઈ પૂર્વ-આયોજિત વ્યૂહરચના છે? નેપાળ અને ભૂતાન અંગે તો તેમણે સ્પષ્ટ વાત કરી, પરંતુ ભારતનું નામ ક્યાંય લીધું નહીં; તેમ છતાં ‘સેવન સિસ્ટર્સ’ની બાબત તેમના સંબોધનમાં મુખ્ય સ્થાને રહી હતી.

વિદાય ભાષણ દરમિયાન યુનુસે રાષ્ટ્રીય સ્વાભિમાન અને સંપ્રભુતા પર ભાર મૂકતા જણાવ્યું કે, બાંગ્લાદેશ હવે કોઈ પણ દબાણ કે સલાહને વશ થયા વિના સ્વતંત્ર વિદેશ નીતિને અનુસરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભવિષ્યના સંબંધો માત્ર પરસ્પર આદર અને રાષ્ટ્રહિતના પાયા પર જ ટકેલા હશે, જે નામ લીધા વિના એક ચોક્કસ સંકેત તરફ ઈશારો કરે છે. આ સાથે જ, પૂર્વોત્તર ભારત અંગેની પોતાની જૂની અને વિવાદાસ્પદ ટિપ્પણીઓ દોહરાવીને યુનુસે ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં અગાઉ આવેલી કડવાશને ફરી એકવાર જીવંત કરી દીધી છે.

Tags: Bangladeshmohamad younus
Previous Post

Elevate Your Trades with Raydium’s Unique Features

Next Post

અમેરિકામાં આઇસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગમાં બે વ્યક્તિના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ઊર્જા સંકટ વચ્ચે પાડોશી દેશોની હવે ભારત તરફ નજર

April 3, 2026
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરતા લોકો પરેશાન

April 3, 2026
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ ખાડી ખુલ્લી કરાવવા હવે ચીનના પ્રયાસો

April 3, 2026
Next Post

અમેરિકામાં આઇસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગમાં બે વ્યક્તિના મોત

અમેરિકા કોઇપણ દેશો પર ચીન સાથે સંબંધ તોડવા દબાણ નહીં કરે : રુબિયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.