Wednesday, February 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સતત દબાણ બાદ ભારતની રશિયા પાસેથી ખરીદીમાં ૪૦ ટકાનો ધરખમ ઘટાડો

રશિયાથી થતી આયાતમાં ૮૦ ટકા ક્રૂડ ઓઈલનો હિસ્સો : જાન્યુઆરીમાં આયાતમાં મોટો ઘટાડો થયો

dharmendravaghela by dharmendravaghela
2026-02-18 11:33:49
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જાન્યુઆરી મહિનામાં રશિયાથી ભારતમાં કરવામાં આવતી આયાતમાં 40.48% ઘટાડો નોંધાયો છે.એક અહેવાલ મુજબ જાન્યુઆરી 2025 માં ભારતે રશિયા પાસેથી 4.81 બિલિયન ડોલરના માલસામાનની આયાત કરી હતી, જે જાન્યુઆરી 2026માં ઘટીને 2.86 બિલિયન ડોલર થઈ ગઈ છે, જે વાર્ષિક ધોરણે 40.48% ઘટાડો દર્શાવે છે.
ભારતીય રિફાઇનરીઓએ રશિયન ક્રૂડ ખરીદીમાં ભારે ઘટાડો કર્યો હોવાથી આ કુલ આયાતમાં મોટો ઘટડો નોંધાયો છે. નોંધનીય છે કે, ભારત રશિયા પસેથી જેટલી આયાત કરે છે, તેમાં પેટ્રોલિયમ ક્રૂડનો હિસ્સો લગભગ 80% હોય છે. ક્રૂડ ઉપરાંત ભારત રશિયાથી કોલસો, કોક, પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાતર, લોખંડ, ન્યૂઝપ્રિન્ટ, કઠોળ, મોતી, કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થરોની આયાત કરે છે.ભારત સરકારે જાન્યુઆરી 2026નો ટ્રેડ ડેટા જાહેર કર્યો હતો, પરંતુ હજુ સુધી પ્રોડક્ટ મુજબ માહિતી જાહેર કરવામાં આવી નથી.
2025-26 દરમિયાન ભારતે રશિયા પાસેથી એપ્રિલ 2025માં સૌથી વધુ 4.73 બિલિયન ડોલરના ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, એપ્રિલ 2025માં જ ટ્રમ્પ વહીવટીતંત્રએ લિબરેશન ડે ટેરિફની જાહેરાત કરી હતી. ત્યાર બાદ 27 ઓગસ્ટમાં યુએસએ રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા બદલ ભારત પર વધુ 25% ટેરિફ લાદ્યો, સપ્ટેમ્બર 2025માં રશિયા પાસેથી ભારતની પેટ્રોલિયમ આયાત ઘટીને 3.32 બિલિયન ડોલર થઈ ગઈ, જે એપ્રિલ મહિના કરતા લગભગ 30% ઓછી હતી.
ભારત સતત દાવો કરે છે કે ભારત કોઇના દબાણ સામે ઝુકશે નહીં, ભારત પોતાની પસંદગી પ્રમાણે વેપાર કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ આંકડા દર્શાવી રહ્યા છે ભારતે રશિયા પસેથી આયાતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, જે યુએસના દબાણનું પરિણામ હોઈ શકે છે.
યુએસની કાર્યવાહીના ડરે ભારતના કેટલાક રીફાઈનર્સે રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું બંધ કરી દીધું હોવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પ વહીવટીતંત્રે 6 ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી હતી કે ભારતે રશિયા પાસેથી પેટ્રોલિયમની સીધી કે પરોક્ષ રીતે આયાત બંધ કરવા માટે તૈયારી બતાવી છે, તેથી ભારત પર લાદવામાં આવેલો 25% વધારાનો ટેરીફ પાછો ખેંચવામાં આવે છે.
ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત વેનેઝુએલા પાસેથી પેટ્રોલિયમ ખરીદે, નોંધનીય છે કે જાન્યુઆરીમાં યુએસએ વેનેઝુએલાની રાજધાની પર હુમલો કરીને તેના રાષ્ટ્રપતિને બંધક બનાવ્યા હતાં અને વેનેઝુએલાના પેટ્રોલિયમ સ્ત્રોતો પર કબજો મેળવ્યો હતો. હવે વેનેઝુએલાના પેટ્રોલિયમ સ્ત્રોતો યુએસની કંપનીઓના હાથમાં છે, ટ્રમ્પ યુએસ કંપનીઓને ફાયદો ખટાવવા ઈચ્છે છે.

Tags: indiarussion goods importUSA
Previous Post

તળાજા તાલુકાના દાત્રડ ગામ નજીક શેત્રુંજી નદીમાંથી ખનીજ ચોરી કરતા વાહનો ઝડપાયા

Next Post

શ્રીનગર-બારામુલ્લા હાઇવે પર વિસ્ફોટક સામગ્રી મળી આવતા સુરક્ષાદળો એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ડ્રગની હેરાફેરી કરતી બોટ ઉપર અમેરિકન સૈન્યનો હુમલો

February 18, 2026
ભારત અમેરિકા પાસેથી F-35 ફાઈટર જેટ નહીં ખરીદે
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ પશ્ચિમ એશિયામાં 50 થી વધુ ફાઇટર જેટ મોકલતા સ્થિતિ તંગ

February 18, 2026
ફેક સમાચાર ફેલાવતી નવ યુટ્યુબ ચેનલોનો પર્દાફાશ
આંતરરાષ્ટ્રીય

ભારત સહિત અનેક દેશોમાં યુટ્યુબ સેવા ડાઉન : વિશ્વભરમાં લાખો યુટ્યુબ વપરાશકર્તાઓ પ્રભાવિત,

February 18, 2026
Next Post

શ્રીનગર-બારામુલ્લા હાઇવે પર વિસ્ફોટક સામગ્રી મળી આવતા સુરક્ષાદળો એલર્ટ

ફેક સમાચાર ફેલાવતી નવ યુટ્યુબ ચેનલોનો પર્દાફાશ

ભારત સહિત અનેક દેશોમાં યુટ્યુબ સેવા ડાઉન : વિશ્વભરમાં લાખો યુટ્યુબ વપરાશકર્તાઓ પ્રભાવિત,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.