Wednesday, February 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ડ્રગની હેરાફેરી કરતી બોટ ઉપર અમેરિકન સૈન્યનો હુમલો

લેટિન અમેરિકન જળક્ષેત્રમાં ડ્રગ્સની હેરાફેરી કરતી ત્રણ શંકાસ્પદ બોટ પર અમેરિકન સૈન્યએ કરેલી કાર્યવાહીમાં ૧૧ લોકોના મોત : ડ્રગ્સ વિરોધી અભિયાનમાં અમેરિકાની મોટી કાર્યવાહી

dharmendravaghela by dharmendravaghela
2026-02-18 11:45:09
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન સેનાએ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ જંગ છેડી દીધો છે. લેટિન અમેરિકન જળક્ષેત્રમાં ડ્રગ્સની હેરાફેરી કરતી ત્રણ શંકાસ્પદ નૌકાઓ પર અમેરિકી સૈન્યએ જોરદાર હુમલો કર્યો છે, જેમાં 11 લોકોના મોત નિપજ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ડ્રગ્સ કાર્ટેલ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનમાં આ અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવી રહ્યો છે.

અમેરિકાની સેનાએ મંગળવારે લેટિન અમેરિકાના દરિયાઈ વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરી કરતી ત્રણ નૌકાઓને નિશાન બનાવી હતી. આ હુમલામાં કુલ 11 લોકો માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનાથી અમેરિકાએ ડ્રગ્સ તસ્કરોને ‘નાર્કો ટેરરિસ્ટ’ ગણાવી તેમની વિરુદ્ધ હવાઈ અને દરિયાઈ હુમલાઓ શરૂ કર્યા છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 145 લોકોના મોત થયા છે.
અમેરિકન સધર્ન કમાન્ડના જણાવ્યા અનુસાર, પૂર્વ પ્રશાંત મહાસાગરમાં બે નૌકાઓ અને કેરેબિયન સમુદ્રમાં એક નૌકાને તોડી પાડવામાં આવી હતી. પ્રશાંત મહાસાગરમાં જે બે નૌકાઓ પર હુમલો થયો તેમાં 4-4 લોકો સવાર હતા, જ્યારે કેરેબિયન સમુદ્રમાં ત્રીજી નૌકા પર સવાર 3 લોકોના મોત થયા હતા. સેનાએ અત્યાર સુધીમાં ડ્રગ્સની તસ્કરીના માર્ગો પર અંદાજે 42 હુમલાઓ કર્યા હોવાનો દાવો કર્યો છે.

અમેરિકન સેનાએ નૌકાઓને નષ્ટ કરવાના વીડિયો તો જાહેર કર્યા છે, પરંતુ હજુ સુધી નૌકાઓમાં ડ્રગ્સનો મોટો જથ્થો હતો તે અંગેના નક્કર પુરાવાઓ સાર્વજનિક કર્યા નથી. આમ છતાં, સેના આને આતંકવાદ વિરોધી અભિયાન જેવું જ મહત્વ આપી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યવાહીનો બચાવ કરતા જણાવ્યું હતું કે, અમેરિકા હાલમાં લેટિન અમેરિકાના ડ્રગ કાર્ટેલ સાથે સીધા સશસ્ત્ર સંઘર્ષમાં છે. દેશમાં ડ્રગ્સના પ્રવેશને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાં લેવા અનિવાર્ય છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે ડ્રગ્સની હેરાફેરી એ રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે.

Tags: drugs boat attackUSA
Previous Post

અમેરિકાએ પશ્ચિમ એશિયામાં 50 થી વધુ ફાઇટર જેટ મોકલતા સ્થિતિ તંગ

Next Post

ભાવનગરમાં ટેમ્પલ બેલ વાહને એકટીવા સ્કૂટરને અડફેટે લેતા યુવાનનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત અમેરિકા પાસેથી F-35 ફાઈટર જેટ નહીં ખરીદે
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ પશ્ચિમ એશિયામાં 50 થી વધુ ફાઇટર જેટ મોકલતા સ્થિતિ તંગ

February 18, 2026
ફેક સમાચાર ફેલાવતી નવ યુટ્યુબ ચેનલોનો પર્દાફાશ
આંતરરાષ્ટ્રીય

ભારત સહિત અનેક દેશોમાં યુટ્યુબ સેવા ડાઉન : વિશ્વભરમાં લાખો યુટ્યુબ વપરાશકર્તાઓ પ્રભાવિત,

February 18, 2026
તાજા સમાચાર

શ્રીનગર-બારામુલ્લા હાઇવે પર વિસ્ફોટક સામગ્રી મળી આવતા સુરક્ષાદળો એલર્ટ

February 18, 2026
Next Post

ભાવનગરમાં ટેમ્પલ બેલ વાહને એકટીવા સ્કૂટરને અડફેટે લેતા યુવાનનું મોત

ભાવનગરમાં સીટી બસ અને એકટીવા સ્કૂટર વચ્ચે અકસ્માતમાં મહિલાને ઇજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.