Tuesday, February 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આતંકવાદ ઉપર હવે સીધો પ્રહાર : એન્ટી ટેરર પોલિસી જાહેર

સરહદ પારના આતંકવાદ, સાયબર હુમલા અને ડ્રોન ટેક્નોલોજીના જોખમો સામે લડવા સરકારની નવી વ્યૂહરચના

dharmendravaghela by dharmendravaghela
2026-02-24 11:27:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આતંકવાદીઓના ખાતમા અને આતંકીઓના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે ભારત સરકારે પોતાની પહેલી એન્ટિ ટેરર પોલિસી PRAHAARની જાહેરાત કરી છે. પ્રહાર (PRAHAAR) મારફત સરહદ પારના આતંકવાદ, સાઈબર એટેક અને ડ્રોન તેમ જ નવી ટેક્નોલોજીના ખોટા ઉપયોગથી નિર્માણ થનારા જોખમોના ઉકેલ અને રણનીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એન્ટિ ટેરર પોલિસી અનુસાર સરહદ પારના આતંકવાદ સિવાય ક્રિમિનલ હેકર્સ અને દેશના સાઈબર એટેક મારફત ભારતને ટાર્ગેટ કરે છે.

એન્ટિ ટેરર પોલિસીમાં જણાવ્યું છે કે ભારતને જમીન, પાણી અને હવાથી ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં એવો પણ કહેવામાં આવ્યું છે કે દેશે સરકારી અને નોન-સ્ટેટ એક્ટર્સ બંને વિરુદ્ધ ઊર્જા, રેલવે, એવિયેશન, પોર્ટ, સંરક્ષણ અને એટમિક એનર્જી જેવા વિસ્તારોને પણ વધુ મજબૂત કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ પોતાની વેબસાઈટ પર જણાવ્યું છે કે સ્ટ્રેટેજી ડોક્યુમેન્ટમાં કહ્યું છે કે ભારત આતંકવાદને કોઈ ખાસ ધર્મ, એથનિસિટી, નેશનલાલિટી અથવા સિવિલાઈઝેશન સાથે જોડતો નથી.

પોલિસીમાં જણાવ્યું છે કે સરહદ પારના સ્પોન્સર્ડ ટેરરિઝમનો ઉલ્લેખ છે, અલ-કાઈદા અને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક અને સિરિયા જેવા ગ્લોબલ ગ્રુપ્સના નામ છે, જેમાં કહ્યું છે કે તેને સ્લીપર સેલ મારફત ભારતમાં હિંસા ભડકાવવાની કોશિશ કરી હતી, જેમાં ચેતવણી આપી છે કે વિદેશમાં બેઠેલા કટ્ટરવાદીઓ હુમલો કરવા માટે લોકલ સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરે છે. ફંડિંગ અને ઓપરેશન ગાઈડન્સ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સ, એન્ક્રિપ્શન ટૂલનો પણ ઉપયોગ કરે છે, જેના અંગે ચિંતા વ્યક્ત કરી છે.

સરહદ પારના હેન્ડલર્સ દ્વારા ખાસ કરીને પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં ડ્રોનના ઉપયોગ કરવાના સંકેતો આપ્યા છે. ટેરર ગ્રુપ હવે લોજિસ્ટિક્સ અને રિક્રૂટમેન્ટ માટે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક સાથે કામ કરે છે. ડિજિટલ ફ્રન્ટ મુદ્દે પોલિસીમાં પ્રોપગન્ડા અને ફંડિંગ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, મેસેજિંગ એપ્લિકેશન, એપ્લિકેશન ટૂલ, ક્રિપ્ટો વોલેટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલયે એફઆઈઆર રજિસ્ટ્રેશનથી લઈને પ્રોસિક્યુશન સુધી તપાસના દરેક તબક્કામાં કાયદાકીય નિષ્ણાતોને સામેલ કરવાની ભલામણ કરી છે, જેમાં કહ્યું છે કે આરોપીઓ સામે કેસ વધુ મજબૂત બનાવવામાં આવશે. રેડિક્લાઈજેશનના આધારે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. લોકોમાં જાગૃતિ ફેલાવવા અને ઉગ્રવાદી હિંસા રોકવા માટે સામુદાયિક અને ધાર્મિક નેતાઓને સામેલ કરવાની અપીલ કરી છે, જેમાં યુવાનો સુધી પહોંચાડવાનો પણ પ્રસ્તાવ છે.

એન્ટિ ટેટર પોલિસીની વિશેષતા
– આતંકવાદને કોઈ ધર્મ, જાતિ યા રાષ્ટ્રીયતા હોતી નથી. ભારતની કાઉન્ટર ટેરર સ્ટ્રેટેજી પ્રહાર સિદ્ધાંત આધારિત છે.
– થ્રેટ પ્રોફાઈલ સરહદ પારના સ્પોનર્સ આતંકવાદ સૌથી મોટો પડકાર છે.
– અલ કાઈદા અને આઈએસઆઈએસ જેવા વૈશ્વિક આતંકવાદી સંગઠનો એક્ટિવ છે.
– ડ્રોન, એન્ક્રિપ્શન, ડાર્ક વેબ અને ક્રિપ્ટો વોલેટનો ઉપયોગ.
– સાઈબર હુમલા અને રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ, ન્યુક્લિયર જોખમો છે.

Tags: anty terror policyindiaPRAHAR
Previous Post

ભાવનગરમાં ચાર શખ્સોએ યુવાનનું અપહરણ કરી ભાલમાં લઇ જઈ ઢોર માર માર્યો

Next Post

દિલ્હીની એઆઈ સમિટમાં વિરોધ પ્રદર્શન મામલે યુથ કોંગ્રેસના પ્રમુખની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ટ્રમ્પે 70 દેશો પર 10થી 41% ટેરીફ ઝીંક્યો: ભારત પર 25%, 7 ઑગષ્ટથી લાગુ
આંતરરાષ્ટ્રીય

ટેરિફ દ્વારા વસૂલેલા ૧૭૫ અબજ ડોલર ટ્રમ્પ વ્યાજ સાથે પરત કરે

February 24, 2026
ભારત અને કેનેડા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગેની વાટાઘાટો હાલ બંધ
તાજા સમાચાર

ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને 2030 સુધીમાં 50 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક

February 24, 2026
મધ્યપ્રદેશના ભોજશાળામાં બહાર આવ્યા ત્રણ મહત્વના પુરાવા
તાજા સમાચાર

ભોજશાળામાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોવાનો સર્વેક્ષણ રિપોર્ટમાં દાવો

February 24, 2026
Next Post

દિલ્હીની એઆઈ સમિટમાં વિરોધ પ્રદર્શન મામલે યુથ કોંગ્રેસના પ્રમુખની ધરપકડ

મધ્યપ્રદેશના ભોજશાળામાં બહાર આવ્યા ત્રણ મહત્વના પુરાવા

ભોજશાળામાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોવાનો સર્વેક્ષણ રિપોર્ટમાં દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.