વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલની સંસદમાં સંબોધન કરતી વખતે ગુજરાતના જામ સાહેબ અને
તેમણે શરણ આપેલા પોલિશ(પૉલેન્ડ) અને યહૂદી લોકોનો ઉલ્લેખ કર્યો, વડાપ્રધાને કહ્યું કે,હોલોકોસ્ટ
માનવતાના ઈતિહાસના સૌથી અંધકારમય પ્રકરણોમાંનું એક છે. તેમ છતાં તે સંઘર્ષના વર્ષો દરમિયાન
પણ માનવતાના કેટલાક એવા કાર્યો સામે આવ્યા જે ખરેખર અનન્ય હતા. ગુજરાતના નવાનગરના
મહારાજા, જેઓ જામ સાહેબ તરીકે પણ ઓળખાય છે, તેમણે પોલિશ બાળકોને આશ્રય આપ્યો હતો, જેમાં
એવા યહૂદી બાળકો પણ સામેલ હતા જેમને આશરો આપનાર બીજું કોઈ નહોતું.પીએમ મોદીએ કહ્યું કે,
‘આતંકવાદ પર ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે. આતંકવાદ પર બેવડું વલણ સહન નહીં. અમારી
આતંકવાદ મુદ્દે ઝીરો ટોલરેન્સની નીતિ છે. ભારત ક્ષેત્રિય સ્થિરતા અને શાંતિના પક્ષમાં છે. ભારત
અબ્રહામ અકોર્ડના સમર્થનમાં છે. યહૂદી સમુદાય ભારતમાં કોઈ ડર વગર રહે છે. યહૂદી સમુદાયે
ભારતને સમૃદ્ધ બનાવ્યું છે.’પીએમ મોદીએ કહ્યું કે, ‘ભારત અને ઇઝરાયલના સંબંધ 2000 વર્ષ જૂના છે.
વર્લ્ડ વોર 1માં 4000 ભારતીય સૈનિકોએ શહીદી વ્હોરી હતી. હાઇફામાં ભારતીય સૈનિકોએ શહીદી આપી.
યહૂદી નરસંહારનો ઇતિહાસ કાળો છે.





