Tuesday, March 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુદ્ધનો બોજો ખાડી દેશો ઉપર નાખવા અમેરિકાની તૈયારી

યુદ્ધ એક માસથી વધુ ચાલતા અમેરિકા અકળાયું : ખર્ચનો બોજો હળવો કરવા હવે ખાડી દેશો પાસેથી ટેક્સ વસૂલવા ટ્રમ્પની તૈયારી

dharmendravaghela by dharmendravaghela
2026-03-31 12:04:52
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને 1 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે. આ યુદ્ધમાં સેંકડો લોકોના મોત થયા છે જ્યારે હજારો કરોડનો ખર્ચ પણ થઈ રહ્યો છે. સાથે સાથે ઓઈલ સંકટના કારણે વિશ્વના અનેક દેશોની અર્થવ્યવસ્થા પર પણ અસર પડી રહી છે. એવામાં હવે અમેરિકાએ સંકેત આપ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધનો બોજ હવે ખાડી દેશો પર નાંખશે. ખાડી દેશો પાસેથી યુદ્ધના પૈસા વસૂલવામાં આવશે.

પ્રેસ બ્રીફિંગ દરમિયાન વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કહ્યું છે કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના મનમાં આ વિચાર છે અને ટૂંક સમયમાં જ આ અંગે વધુ માહિતી આપવામાં આવશે. જોકે, આ અંગેનો સત્તાવાર પ્લાન હજુ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ ટ્રમ્પની અગાઉની નીતિઓ જોતા આ શક્યતા પ્રબળ જણાય છે.

બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પરથી ઈરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઈરાન સાથે ટૂંક સમયમાં કોઈ નક્કર સમજૂતી નહીં થાય, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ, તેલના કૂવાઓ અને ખાર્ગ આઈલેન્ડને “સંપૂર્ણપણે નેસ્તનાબૂદ” કરી દેશે. આટલું જ નહીં ટ્રમ્પે માંગ કરી છે કે ઈરાન તરત જ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ વેપાર માટે ખુલ્લું કરે.

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે અમેરિકાને તેના મિત્ર દેશો જ આંચકો આપી રહ્યા છે. સ્પેનના સંરક્ષણ મંત્રી માર્ગારેટા રોબલેસે સોમવારે સત્તાવાર જાહેરાત કરી છે કે, ઈરાન પર હુમલામાં સામેલ કોઈપણ અમેરિકન વિમાનને સ્પેનના એરસ્પેસનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં. સ્પેને અગાઉ અમેરિકાને તેના એરબેઝ વાપરવા આપવાની પણ ના પાડી હતી. સ્પેનનું કહેવું છે કે અમે એવા યુદ્ધમાં સહભાગી થવા માંગતા નથી જે એકતરફી અને આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધમાં છે.

મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પાકિસ્તાન દ્વારા સતત અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવામાં મુંબઈ સ્થિત ઈરાનના કોન્સ્યુલેટ જનરલે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત થઈ રહી નથી. પાકિસ્તાને ઈસ્લામાબાદમાં યોજેલી બેઠકો તેમનો અંગત મામલો છે, જેમાં અમારી કોઈ ભાગીદારી નથી.

Tags: expenceiran warUSA
Previous Post

ઈરાન પાસેથી ૪૫૦ કિલો યુરેનિયમ જપ્ત કરવા ટ્રમ્પની યોજના

Next Post

યુએસનો ઇરાનના ન્યુક્લીયર સ્ટેશન પર હુમલો : ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ફેક્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

જૈન હેરિટેજ મ્યુઝિયમનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન

March 31, 2026
ઇઝરાયલનો ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર ફરી હુમલો
આંતરરાષ્ટ્રીય

યુએસનો ઇરાનના ન્યુક્લીયર સ્ટેશન પર હુમલો : ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ફેક્યા

March 31, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન પાસેથી ૪૫૦ કિલો યુરેનિયમ જપ્ત કરવા ટ્રમ્પની યોજના

March 31, 2026
Next Post
ઇઝરાયલનો ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર ફરી હુમલો

યુએસનો ઇરાનના ન્યુક્લીયર સ્ટેશન પર હુમલો : ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ફેક્યા

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા

જૈન હેરિટેજ મ્યુઝિયમનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.