Thursday, May 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતીય શેરબજાર ખુલતાની સાથે તૂટ્યું

બજાર ખુલતા જ સેન્સેક્સમાં ૧૬૦૦ પોઇન્ટ સુધીનો મોટો કડાકો : નિફ્ટી પણ નીચે પછડાયો

dharmendravaghela by dharmendravaghela
2026-04-13 11:43:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જવાની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. વૈશ્વિક સ્તરે વધતા ભૂ-રાજકીય તણાને કારણે સપ્તાહના પ્રથમ દિવસે જ બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો, જેના પરિણામે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલાઈ ગયો છે.
ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે જ ભારે વેચવાલી જોવા મળી છે, જેના કારણે બીએસસી સેન્સેક્સ તેના અગાઉના બંધ ભાવ 77,550.25 ની સામે 75,937.16 પર નબળાઈ સાથે ઓપન થયો હતો. બજારમાં ઘટાડો ચાલુ રહેતા તે 75,923.32 ના સ્તર સુધી નીચે સરક્યો હતો, જે અંદાજે 1,626.93 પોઈન્ટ અથવા 2.10% નો મોટો કડાકો દર્શાવે છે. આજના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં 76,339.30 ની ઊંચી સપાટી અને 75,868.32 ની નીચી સપાટી જોવા મળી છે.

બીજી તરફ, નિફ્ટી 50 માં પણ સમાન સ્થિતિ જોવા મળી હતી. નિફ્ટી તેના અગાઉના બંધ 24,050.60 ની સામે 23,589.60 પર ખુલ્યો હતો અને ઘટીને 23,576.00 ના સ્તર પર પહોંચ્યો હતો. નિફ્ટીમાં કુલ 474.60 પોઈન્ટ અથવા 1.97% નો ઘટાડો નોંધાયો છે. દિવસ દરમિયાન નિફ્ટીએ 23,699.70 નો હાઈ અને 23,555.60 નો લો બનાવ્યો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જવાથી વૈશ્વિક સ્તરે સર્જાયેલા તણાવને કારણે બજારમાં આ ગાબડું જોવા મળ્યું છે.પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી 21 કલાકની શાંતિ મંત્રણા કોઈ પણ પરિણામ વગર નિષ્ફળ રહી છે. આ નિષ્ફળતાને પગલે મધ્ય પૂર્વમાં યુદ્ધનું જોખમ વધી ગયું છે. મંત્રણા નિષ્ફળ જતાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જે ભારત જેવા આયાતકાર દેશ માટે ચિંતાનો વિષય છે.ગ્લોબલ સેલ-ઓફ: યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાની બંદરોની નાકેબંધીના એલાન બાદ વિશ્વભરના શેરબજારોમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે.બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આઈટી, બેંકિંગ તથા રિયલ્ટી સેક્ટરના શેરોમાં સૌથી વધુ ગાબડા પડ્યા છે.

Tags: downindiasensex nifty
Previous Post

રાજકોટના પદયાત્રીઓને ટ્રકે અડફેટે લેતા ૭ યાત્રીઓના મોત

Next Post

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.