ભાવનગર મહાપાલિકાની સભામાં અધિકારીઓના મુદ્દે વિપક્ષ નેતા આગબબુલા થયા હતા. સામાન્ય સભામાં વિપક્ષ નેતાએ કેટલાક અધિકારી પર આક્ષેપ કરી બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાનું જણાવ્યું હતું. આ મામલે શાસક પણ લાલચોળ થઈ ગયેલ અને આધાર પુરાવાઓ રજૂ કરવા જણાવતા ધાંધલ ધમાલ મચી હતી.
ભાવનગર મનપાની સાધારણ સભા યોજાઈ જેમાં વિપક્ષના નેતા એ મનપાના અધિકારીઓ સામે લગાવ્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. લિઝ પટ્ટા રીન્યુ કરવા માટે અધિકારીઓએ 15 લાખ પડાવ્યાનો કરવામાં આક્ષેપ કરાયો હતો.
વિપક્ષના નેતા એ કહ્યું મનપાના કેટલાક અધિકારીઓ નાના માણસોના પણ રૂપિયા નથી મુકતા. અધિકારીઓ રૂપિયા લીધા વગર કામ નથી કરતા.
વિપક્ષના નેતાએ ખુલ્લેઆમ મનપાના અધિકારીઓ સામે આક્ષેપ કરતા મનપાની સામાન્ય સભામાં સન્નાટો છવાઇ ગયો હતો.