ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘવિરામની સ્થિતિ બાદ આજે આકાશ સ્વચ્છ થતા દિવસભર સૂર્યનારાયણના દર્શન થયા હતા અને લોકોને ભેજથી છુટકારો મળ્યો હતો. આકાશ સ્વચ્છ થતા ગરમીના પ્રમાણમાં પણ ચાર ડિગ્રી જેટલો વધારો નોંધાયો હતો. આજે ભાવનગરનું મહત્તમ તાપમાન વધીને 35.0 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 57 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 18 km નોંધાઇ હતી.