ભાવનગર – અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલ નારી ગામ નજીક વહેલી સવારે ઇકો કાર અને બાઇકની ઘટનામાં નારી ગામના આધેડનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગર – અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલ નારી ગામ નજીક આવેલ મોમાઈ માતાજીના મંદિર પાસે આજે વહેલી સવારે ઇકો કાર નં. જી.જે.૦૪ સી.એ. ૯૭૨૩ અને બાઇક વચ્ચે અકસ્માત થતા નારી ગામમાં રહેતા બાઇક ચાલક ધીરુભાઈ વિઠ્ઠલભાઈ વેગડ ( ઉ.વ.૪૫) નું મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ, પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને ધીરુભાઈના મૃતદેહને હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.