વરતેજ તાબેના માલણકા ગામમાં રહેતા યુવક ઉપર ગામમાં રહેતા શખ્સે અગાઉ થયેલ ઝઘડાની દાઝ રાખી પાઇપ વડે હુમલો કરતા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે મળતી વિગત મુજબ માલણકા ગામના ઘનશ્યામ પરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભુપતભાઈ પરમારને આજથી છ વર્ષ પહેલા ગામમાં રહેતા દીપક ખાટાભાઈ સોલંકી સાથે રમેશભાઈના પ્લોટમાં હીરાનું કારખાનું ચલાવવા બાબતે માથાકૂટ અને ઝઘડો થયો હતો તે વાતનું મન દુઃખ રાખી ગઈકાલે રમેશભાઈ પરમાર સહિતનાઓ ગણેશ મહોત્સવમાં હતા ત્યારે દીપક ખાટાભાઈ સોલંકી એ આવી રમેશભાઈ પરમાર ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ગાળો આપી જતો રહ્યો હતો.
આ અંગે રમેશભાઈ પરમારે દીપક સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે તપાસ હાથ ધરી છે.