ઘોઘા તાલુકાના લાકડીયા ગામમાં આવેલ એક મકાનમાંથી તળાજા પોલીસે ઇંગ્લીશ દારૂની ૧૨ બોટલ ઝડપી લઇ બે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ ઘોઘાના લાકડીયા ગામમાં રહેતા જયદીપસિંહ વિરમદેવસિંહ ગોહિલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી પ્લોટ વિસ્તારમાં રહેતા રાહુલ પોપટભાઈ ડાભીના ઘરે રાખી વેચાણ કરતા હોવાની બાતમીના આધારે તળાજા પોલીસે રાહુલ પોપટભાઈ ડાભીના ઘરે દરોડો પાડી ઇંગ્લિશ દારૂની બાર બોટલ કબજે કરી હતી.
પોલીસે ઇંગ્લિશ દારૂ એક મોટર સાયકલ મળી કુલ રૂ. ૨૪,૧૫૦ નો મુદ્દામાલ હસ્તગત કરી બંને શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.