વરતેજ તાબેના બુધેલ ગામમાં રહેતા યુવકને ગામમાં રહેતા શખ્સે ધમકી આપી જાતિ વિશે અપમાનિત કર્યાની ફરિયાદ વરતેજ પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ અંગે મળતી વિગતો મુજબ બુધેલ ગામમાં રહેતા અવિનાશભાઈ પ્રવીણભાઈ લકુમે વરતેજ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ગામમાં રહેતા ભાવેશભાઈ ભુપતભાઈ પરમાર તેની ભેંસ ભાવનગરના કામિનિયાનગરમાં કોઈને વેચેલ હોય જેથી આ ભેંસને પોતાના બોલેરો વાહનમાં રાખી ઉતારવા માટે બુધેલથી નીકળ્યા હતા અને પરત ફરતી વખતે અગાઉ ભાવેશના ભાઈ સાથે થયેલ ગાય વેચવાનો સોદો કેન્સર થયો હતો જેના રૂ.૧૫ હજાર પરત આપી દે તે માટે ભલામણ કરવાનું કહેતા ભાવેશ પરમાર ઉશ્કેરાઈ ગયો હતો અને અવિનાશભાઈને ગાળો આપી, જાતિ વિશે અપમાનજનક શબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે વરતેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે