ભાવનગરમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત સન્માન સમારોહમાં કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરની ઉપસ્થિતિ રહેતા નવેસરથી ચર્ચાઓ અને અટકળો વહેતી થઈ છે, અગાઉ ડેરને ભાજપમાં લઈ જવા પ્રયાસો થયા હતા, એક પ્રસંગમાં સી.આર.પાટીલે પણ અંબરીશભાઈ માટે ભાજપમાં સીટ ખાલી રાખી છે તેવું સૂચિત વિધાન કર્યું હતું. જાેકે, વાત આગળ વધી ન હતી. પરંતુ હવે ચૂંટણી જાહેર થવામાં છે ત્યારે ભાજપ સરકારના શિક્ષણમંત્રી પ્રેરિત કાર્યક્રમમાં અંબરીશ ડેરની હાજરીથી નવી ચર્ચાઓ જન્મી છે.
કલાનગરી એવાં ભાવનગરને આંગણે ગઇકાલે અદ્કેરો સન્માન- અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અભિવાદનની સાથે-સાથે ભાતીગળ લોક ડાયરો પણ યોજાયો હતો. એ દરમ્યાન કીર્તિદાન ગઢવીનું ગુજરાત ગૌરવ એવોર્ડ એવોર્ડથી સન્માન કરાયું. દરમ્યાન આ સન્માન સમારોહમાં ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના સ્ન્છ અમરીશ ડેર પણ હાજર રહ્યાં હતા. આથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ અને કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમ ‘ધન્ય છે કિર્તીદાનને’ નું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં કીર્તિદાન ગઢવીનું ‘ગુજરાત ગૌરવ એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજાે ઉપસ્થિત રહ્યાં હતા એ દરમ્યાન કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર પણ કાર્યક્રમમાં હાજર રહેતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. એટલે કે આગામી સમયમાં અમરીશ ડેર પણ ભાજપમાં જાેડાય તેવી અટકળો તેજ થઇ છે. જાેકે, અંબરીશ ડેરને લઇ અગાઉ પણ અટકળો અને ચર્ચાઓનો દૌર ચાલ્યો હતો, ત્યારે આ વખતે શુ થાય છે.? તે જાેવું રહ્યું.