રામ નગરી અયોધ્યામાં ચાલી રહેલ રામલલાના ભવ્ય મંદિરના નિર્માણને લઈને કરોડો રામ ભક્તો માટે ખુશખબરી છે. તમને જણાવી દઈએ કે રામ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ વૈદિક અને ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહ્યું છે.
મંદિરના 7 લેયરમાં પ્લિંથનું કામ પૂરુ થઈ ગયું છે. હવે કારીગર ગર્ભગૃહને આકાર આપવાના કામમાં લાગ્યા છે.અત્યાર સુધીમાં વંશીપહારપુરના લગભગ 400 ગુલાબી પથ્થરો ગર્ભગૃહમાં નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ખડકો પર કોતરણીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જલદી રામ મંદિરના સ્તંભોને જોડવાનું કામ શરૂ થઈ જશે.
ગર્ભગૃહનું મહાપીઠ બનીને તૈયાર છે. આ સિવાય ગૂઢ મંડપનું કામ પણ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે ત્યારબાદ વધુ ઝડપી કામ થશે, જે હેઠળ નૃત્ય મંડપને આકાર આપવાનું કામ પણ જલદી શરૂ થશે. મુખ્ય મંદિરની દિવાલો, થાંભલા અને અન્ય વિભાગો તબક્કાવાર માળખાના ડ્રોઇંગ મુજબ ઉમેરવામાં આવશે.