સ્વામિનારાયણના સંપ્રદાયના સાધુ દ્વારા દેવાધિદેવ મહાદેવને વ્યાસપીઠ ઉપરથી જે ન શોભે તેવા શબ્દોથી મહાદેવની શબ્દોથી ટિપ્પણી કરવામાં આવી હતી તે અનુસંધાને વલભીપુર શહેર અને તાલુકાના તમામ હિન્દુ સમાજ દ્વારા મામલતદાર કચેરી વલભીપુર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ત્રિપાખ સાધુ સમાજ અને વલભીપુરના બ્રહ્મ સમાજ દ્વારા દેવાધિદેવ મહાદેવની જે સ્વામિનારાયણના સાધુ દ્વારા અમેરિકા જેવા દેશમાં મહાદેવની ટિપ્પણી કરવામાં આવી હતી તે અનુસંધાને સાધુ સમાજ, અન્ય મહાદેવના ભક્તો, સનાતન ધર્મના તમામ પુજરીઓ અને ભક્તો દ્વારા આજે વલભીપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને કડકમાં કડક સજા થાય અને આજ પછી કોઈપણ વ્યક્તિ દ્વારા મહાદેવની આવી રીતે ટિપ્પણી કરવામાં ન આવે તે માટે તમામ ત્રિપાખ સમાજ અને સાધુ સમાજ મહાદેવના ભક્તો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજ પછી કોઈપણ વ્યક્તિ આવી ભૂલ કરશે તો તેને સાખી લેવામાં નહીં આવે તેમજ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરેલ હતી.