Tuesday, August 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ચીનના દક્ષિણ ભાગમાં આવેલ સ્વાયત પ્રદેશમાં ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ

મોડી રાત્રિના આવેલા ભૂકંપના જોરદાર આંચકાના કારણે લોકો ઘર બહાર દોડી ગયા : બે વ્યક્તિના મોત

dharmendravaghela by dharmendravaghela
2026-05-18 12:08:19
in Uncategorized, આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ચીનના દક્ષિણ ભાગમાં આવેલા સ્વાયત્ત પ્રદેશમાં સોમવારની વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. તીવ્ર આંચકાના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો મોડી રાત્રે જ પોતાના ઘરો છોડીને રસ્તા પર દોડી આવ્યા હતા.ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ અને સરકારી ટીવી ચેનલ સીસીટીવીના અહેવાલો અનુસાર, સોમવારે રાત્રે 12.21 વાગ્યે ભૂકંપનો મોટો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. આ આંચકો લિઉઝોઉ શહેરના લિઉનાન જિલ્લામાં આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ તાઇયાંગચુન નગર પાસે હોવાનું સામે આવ્યું છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 8 કિલોમીટરની ઊંડાઈએ હતું. કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી ઘણું નજીક હોવાને કારણે આંચકા અત્યંત તીવ્ર અને વિનાશક અનુભવાયા હતા.ભૂકંપ એટલો જોરદાર હતો કે પળવારમાં જ 13 ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ સિવાય અનેક ઘરો અને અન્ય રહેણાંક ઇમારતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ગંભીર પરિસ્થિતિને જોતા સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક એક્શન લીધા હતા. સંભવિત જોખમને ટાળવા માટે અત્યાર સુધીમાં 7000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા અસરગ્રસ્તો માટે અસ્થાયી રાહત શિબિરો શરૂ કરીને જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ ટુકડીઓ સતત કાર્યરત છે. અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની સ્થિતિ ભય બહાર હોવાનું કહેવાય છે. જ્યારે ગુમ થયેલા એક વ્યક્તિની શોધખોળ માટે રેસ્કયૂ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. આ ભૂકંપની અસર માત્ર લિઉઝોઉ પૂરતી સીમિત નહોતી, પરંતુ ગુઆંગ્શી પ્રદેશના અન્ય મોટા શહેરો જેમ કે નાનિંગ અને ગુઇલિનમાં પણ લોકોએ જોરદાર આંચકા અનુભવ્યા હતા.

Tags: Earthquakesouth china
Previous Post

બિહારમાં પેસેન્જર ટ્રેનની બોગીમાં ભીષણ આગ

Next Post

ઈરાન સામે મોટી કાર્યવાહી કરવા અમેરિકાની તૈયારી

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં રૂ.3.75નો વધારો
તાજા સમાચાર

ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં રૂ.3.75નો વધારો

August 18, 2026
ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત
તાજા સમાચાર

ભારતની ચૂંટણી સિસ્ટમથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રભાવિત

August 18, 2026
ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ
તાજા સમાચાર

ઇ10 પેટ્રોલ પાછું લાવો : મોદીના આર્થિક સલાહકારની ભલામણ

August 18, 2026
Next Post
ઈરાન સામે મોટી કાર્યવાહી કરવા અમેરિકાની તૈયારી

ઈરાન સામે મોટી કાર્યવાહી કરવા અમેરિકાની તૈયારી

શેરબજારમાં કારોબારના પ્રારંભે ૯૦૦ પોઇન્ટનું ગાબડું

શેરબજારમાં કારોબારના પ્રારંભે ૯૦૦ પોઇન્ટનું ગાબડું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.