ભાવનગર,તા.૩
સરતાનપર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પૂર્ણ થયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાવનગર તાલુકાના સી.આર.પી. અને કૃષિ સખીઓ સાથે આત્મીય અને પ્રેરણાદાયી સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર એ માત્ર એક જવાબદારી નથી, પરંતુ સમાજને નિરોગી, ઝેરમુક્ત અને સમૃદ્ધ કરવાનું પુણ્યનું કાર્ય છે.
રાજ્યપાલએ કૃષિ સખીઓને ગામેગામ જઈને ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપવા તથા તેમનામાં વિશ્વાસ જગાડવા અનુરોધ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દરેક નવા ખેડૂતને આ અભિયાન સાથે જોડવા એ રાષ્ટ્રસેવા સમાન છે. સૌના સંયુક્ત પ્રયાસોથી ખેડૂતોની આવક વધશે, જમીન-પર્યાવરણનું રક્ષણ થશે અને ઝેરમુક્ત તેમજ વિકસિત ભારતના નિર્માણમાં મોટું યોગદાન મળશે.






