એમ.કે.બી. યુનિ. ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આંતર કોલેજ ૧૦ કી.મી. દોડ ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગરની ટીમ ચેમ્પિયન બની હતી.
એમ.કે.બી. યુનિ. ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તળાજા ખાતે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી ૧૦ કી.મી. દોડની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં યુનીવર્સીટીની અલગ અલગ કોલેજની ૨૪ બહેનોએ ભાગ લીધો હતો જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરમાં અભ્યાસ કરતી કુ. વિલાસ ચૌહાણે ૧૦ કી.મી. ક્રોસ કન્ટ્રી ની દોડ ૪૭.૦૩ મીનીટમાં પૂર્ણ કરી પ્રથમ નંબર, કુ. નીતા કટેશિયા ૪૭.૫૩ મીનીટમાં પૂર્ણ કરી સેકન્ડ નંબર,કુ. જ્યોતિ ડાભી એ ૪૯.૫૨ મીનીટમાં પૂર્ણ કરી થર્ડ નંબર, કુ. પાયલ કટેશીયા એ ૫૦.૫૫ મીનીટમાં પૂર્ણ કરી ચોથો નંબર જયારે કુ. માનસી વાળા એ ૫૧.૩૦ મીનીટમાં પૂર્ણ કરી પાંચમો નંબર પ્રાપ્ત કરી ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી હતી.