Friday, August 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વહેલી સવારે શેત્રુંજી ડેમના તમામ ૫૯ દરવાજા ખોલાયા

ઉપરવાસમાં ભારે વરસાદથી ૨૧,૮૦૦ ક્યુસેક પાણીની ધોધમાર આવક; ભાવનગરના પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન ઉકેલાયો

dharmendravaghela by dharmendravaghela
2026-07-07 14:22:12
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.૭
સૌરાષ્ટ્રનું સૌથી વિશાળ જળાશય પાલીતાણાનો શેત્રુંજી ડેમ ભારે પાણીની આવકને પગલે ગઈકાલ સાંજથી જ સંપૂર્ણ છલોછલ થઈ ગયો છે. ડેમનું નિયત જળસ્તર (રૂલ લેવલ) જાળવી રાખવા માટે શરૂઆતમાં ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જો કે, ઉપરવાસમાં ખાસ કરીને અમરેલી અને ધારી પંથકમાં વરસેલા અતિભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધતી રહી હતી. પરિણામે, આજે વહેલી સવારે ૪ઃ૪૦ કલાકે શેત્રુંજી ડેમના તમામ ૫૯ દરવાજા ખોલી નાખવાની ફરજ પડી હતી.
આજે સવારે ડેમમાં ૨૧,૮૦૦ ક્યુસેક પાણીની આવક સામે એટલી જ જાવક નોંધાઈ રહી છે. તમામ દરવાજા ખોલાતાં હેઠવાસમાં આવેલી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા નદીમાં વહી જતાં પાણીના યોગ્ય જળસંચય અને સિંચાઈના હેતુ માટે તેને જમણા કાંઠાની નહેરમાં પણ છોડવામાં આવ્યું છે.
શેત્રુંજી ડેમ સંપૂર્ણપણે ઓવરફ્‌લો થઈ જતાં ભાવનગર શહેર માટે પીવાના પાણીની સંભવિત તંગીનો પ્રશ્ન હવે કાયમી ધોરણે ઉકેલાઈ ગયો છે. આ સાથે જ નહેરના ડાબા અને જમણા કાંઠા વિસ્તારમાં આવતા ગ્રામ્ય પંથકના ખેડૂતો માટે પિયત (સિંચાઈ)ની ચિંતા પણ દૂર થઈ ગઈ છે, જેને પગલે સમગ્ર ભાવનગર જિલ્લામાં હરખની હેલી જોવા મળી રહી છે.

Previous Post

શહેરમાં એક કલાકમાં સાડાચાર ઇંચ ધોધમાર વરસાદ

Next Post

ઈરાનના ૮૦ લશ્કરી થાણા ઉપર અમેરિકાની એર સ્ટ્રાઇક

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા
ભાવનગર

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

August 12, 2026
50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા
ભાવનગર

50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

August 12, 2026
બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા
ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

August 10, 2026
Next Post
ઈરાનના ૮૦ લશ્કરી થાણા ઉપર અમેરિકાની એર સ્ટ્રાઇક

ઈરાનના ૮૦ લશ્કરી થાણા ઉપર અમેરિકાની એર સ્ટ્રાઇક

બિષ્નોઈ ગેંગ વિરુદ્ધ અમેરિકાની કાર્યવાહી : ૨૪ રીઢા ગુનેગારોની ધરપકડ

બિષ્નોઈ ગેંગ વિરુદ્ધ અમેરિકાની કાર્યવાહી : ૨૪ રીઢા ગુનેગારોની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.