Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સરકારે ડીઝલ અને જેટ ફ્યુલની નિકાસ પરના ટેકસમાં કર્યો વધારો

ડીઝલના નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ લીટર 8.5 રૂપિયાથી વધારીને 15.50 અને જેટ ઇંધણ પરનો ટેક્સ પણ પ્રતિ લીટર 7.50 રૂપિયાથી વધારીને 14.5 રૂપિયા કરવામાં આવ્યો

dharmendravaghela by dharmendravaghela
2026-07-16 11:58:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો સતત વધી રહી છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે ભારત સરકારે દેશમાં ઇંધણની તંગી અને મોંઘવારી રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ડીઝલ અને જેટ ઇંધણના નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં મોટો વધારો ઝીંકી દીધો છે. આ નવા દરો આજથી એટલે કે ગુરુવાર, 16 જુલાઈથી જ અમલી બની ગયા છે.

Advertisement

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર, ડીઝલના નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ લીટર 8.5 રૂપિયાથી સીધો વધારીને 15.50 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિમાનમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે જેટ ઇંધણ પરનો ટેક્સ પણ પ્રતિ લીટર 7.50 રૂપિયાથી વધારીને 14.5 રૂપિયા કરવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ મોંઘું થતાં સરકારે નિકાસને અંકુશમાં લેવા આ પગલું ભર્યું છે.
આર્થિક વિશ્લેષકોના મતે, સરકારના આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ દેશની અંદર પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણની કિંમતોને નિયંત્રણમાં રાખવાનો છે. જો સરકાર નિકાસ પરનો ટેક્સ ન વધારે, તો ભારતની ખાનગી રિફાઇનિંગ કંપનીઓ વધુ નફો કમાવવાની લાલચમાં સ્થાનિક બજારમાં સપ્લાય કરવાને બદલે વિદેશોમાં ઇંધણ મોકલવાનું વધારી દે. જો એવું થાય તો ભારતમાં ઓઇલની ભારે તંગી સર્જાય અને મોંઘવારી આસમાને પહોંચી શકે છે, જેને રોકવા સરકારે આ વ્યૂહનીતિ અપનાવી છે.

નિકાસ પર ટેક્સ વધવાને કારણે રિફાઇનરી કંપનીઓ માટે વિદેશમાં ડીઝલ વેચવું મોંઘું પડશે, જેથી તેઓ સ્થાનિક બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવશે. દેશમાં ડીઝલનો પૂરતો સ્ટોક રહેવાથી માલસામાનની હેરફેરનો ખર્ચ (ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ) સ્થિર રાખવામાં મદદ મળશે. આના કારણે સામાન્ય જનતા પર જીવનજરૂરી ચીજવસ્તુઓની મોંઘવારીનો સીધો અને તાત્કાલિક બોજ નહીં પડે.

બીજી તરફ, જેટ ઇંધણ પર નિકાસ ટેક્સ વધારવાના કારણે દેશની સ્થાનિક એરલાઇન્સ કંપનીઓ માટે ઇંધણની અછત નહીં સર્જાય. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ મોંઘું થવાને કારણે વૈશ્વિક બજારમાં જેટ ઇંધણની કિંમતો ઊંચી રહેશે. આ સ્થિતિને જોતાં આગામી દિવસોમાં એરલાઇન્સ કંપનીઓ ભાડામાં વધારો કરી શકે છે, જેનાથી સામાન્ય લોકો માટે હવાઈ સફરની ટિકિટો મોંઘી થવાની પૂરેપૂરી શક્યતા છે.

 

Tags: diesel jet fue export duty
Previous Post

મારી ભૂખ હડતાળ લોકશાહીમાં સરકારની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે : સોનમ વાંગચુક

Next Post

પાકિસ્તાનના અનેક શહેરોમાં ખાદ્ય સંકટ સર્જાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
પાકિસ્તાનના અનેક શહેરોમાં ખાદ્ય સંકટ સર્જાયું

પાકિસ્તાનના અનેક શહેરોમાં ખાદ્ય સંકટ સર્જાયું

ઓડિશામાં આવેલ જગપ્રસિદ્ધ જગન્નાથ પુરીમાં આજથી રથયાત્રાનો પરંપરા મુજબ પ્રારંભ

ઓડિશામાં આવેલ જગપ્રસિદ્ધ જગન્નાથ પુરીમાં આજથી રથયાત્રાનો પરંપરા મુજબ પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.