Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આકાશમાં કાલથી તા.૨૧ ઓગસ્ટ સુધી ડેલ્ટા- એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો

તા. ૨૯થી૩૧ જુલાઈના રોજ આકાશમાં મહત્તમ ઉલ્કાવર્ષા. સ્વચ્છ આકાશમાં કલાકના ૧૫ થી ૨૦ ઉલ્કાઓ પડતી જોવા મળશે

dharmendravaghela by dharmendravaghela
2026-07-17 12:35:27
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

દુનિયાભરમાં લોકોએ મે માસમાં ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. ૬૦ દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કા વર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં આજથી ૧૮મી જુલાઈ થી ૨૧મી ઓગસ્ટ સુધી ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી પૂર્ણ કરી દીધી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કા વર્ષાનો અદભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. વરસાદી વાદળા હશે ત્યાં જોવા મળશે નહિ, સ્વચ્છ આકાશમાં જોવા મળશે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે મધ્યરાત્રિ બાદ ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. જુલાઈ તા. ૨૯, ૩૦ અને તા. ૩૧ ના રોજ તથા ઓગસ્ટના અમુક દિવસોમાં આકાશમાં ઉલ્કા વર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના ૧૫ થી ૨૦ અને વધુમાં વધુ વિદેશમાં ૫૦ ઉલ્કા વર્ષા જોવા મળશે. આકાશમાં ઉલ્કા જોવા મળશે. ઉલ્કા આકાશમાં જ એક–બે સેકન્ડમાં બળીને રાખ થઈ જાય છે.ડેલ્ટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષાની મહત્તમ દિવસ ચાર થી પાંચ હોય છે. મોડી રાતથી પરોઢ સુધી સ્વચ્છ આકાશમાં ઉલ્કા વર્ષા જોઈ શકાય છે. જુલાઈના અંતથી ઓગસ્ટના અમુક દિવસો સુધી ક્રમશઃ ઉલ્કા જોઈ શકાશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કા વર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૫ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કા વર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરભંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહત્તમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તે જ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ – અગનગોળા કે ઉલ્કા વર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે.
ઉલ્કા વર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. જાથાનો પ્રયાસ લોકોને આકાશ તરફ નજર કરતા થાય. ખગોળીય ઘટનાનો અહેસાસ કરવા માનસમાં વાત મુકવી જેથી અવકાશી ઘટના તરફ લાવવા માટે રાજયભરમાં આયોજન જિલ્લા મથકોમાં અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, બોટાદ, ભાવનગર, ગિર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવીભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ-ભુજ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, નડીયાદ, આણંદ, ખેડા, તાપી, વ્યારા, ડાંગ-આહવા, દાહોદ, મહીસાગર, ગોધરા, નર્મદા, છોટા ઉદયપુર, અરવલ્લી સહિત નજારો જોવા સંબંધી અભિયાન ચાલી રહ્યું છે.

Tags: in skyulka varsha
Previous Post

સુરનિવાસ ગામે કૃભકો, સહકારી મંડળીની મળેલી સભામાં ખેડૂતોને અપાયું માર્ગદર્શન

Next Post

તળાજામાં ઘર પાસે વાહન ધીમું ચલાવવાનું કહેતા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

તળાજામાં ઘર પાસે વાહન ધીમું ચલાવવાનું કહેતા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો હુમલો

અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

ભાવનગર જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની પધરામણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.