ભાવનગરમાં શનિવારે રાત્રે શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણીક સંસ્થા સ્મોલ વંડર, એકતા કલોઝેટ અને જિમ્મી ડાન્સ એકેડેમી તથા વેન્યુ પાર્ટનર હોટેલ એફસી સરોવર પોર્ટિકોના સંયુક્ત ઉપક્રમે શનિવારે નવરાત્રી રાસ ગરબા યોજાઈ ગયા. નવલી નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આ રાસ ગરબાના માધ્યમથી નવરાત્રી રાસોત્સવની મજા ખેલૈયાઓએ મન ભરીને માણી હતી. આ પ્રસંગે ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધરીયા, લીલા ગ્રુપ ઓફ કંપનીના ડાયરેકટર પૂર્ણિમાાબેન શર્મા સહિતના મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી માતાજીની આરતીમાં સહભાગી થયા હતાં.
એફસી સરોવર પોર્ટિકો ખાતે ખેલૈયાઓ મન ભરીને રાસ ગરબા રમ્યા હતા. બે વર્ષથી કોરોના વિઘ્ન બનતા ખેલૈયાઓ આ વર્ષે દિવસો અગાઉથી જ નવરાત્રી રાસ ગરબા રમવા ઉત્સુક હતા જે સ્પષ્ટ દેખાતું હતું. વરસાદી માહોલ વચ્ચે પણ ખેલૈયાઓનો ઉત્સાહ ઓસર્યો ન હતો.
રાસોત્સવમાં પારેખ પ્રવિણચંદ હિરાલાલ તથા રેખા કિરીટ વ્યાસ, ઝવેરાત, પ્રીજુશી કલેક્શન-રીના કાલા, નમ્રતા કિચનવેર, શ્રી અંબીકા પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝ- જીગીશા મશરાણી, ટ્વીન્કલ બાથ એન્ડ બોડી લક્ઝરી, ગેહના, સ્માઇલીંગ સ્કુપ, પ્લમ સ્ટોર અને મુની પેંડા, મહાદેવ ક્રિએશન, મિસચીફ, રૂપ, સુપ્રિમ ઇલેક્ટ્રોનિક્સ, ત્રિવેણી વિગેરે સહયોગી રહેલ. જ્યારે એન્કરીંગ પુનીત પુરોહિતે કરેલ.