Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

2000થી વધુના પેમેન્ટ પર ચાર્જનો નિયમ વેપારીઓ, મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે છે: સંજય મલ્હોત્રા

લોકોએ ગભરાવાની જરૂર નથી..', UPI પેમેન્ટ પર ચાર્જ વસૂલીના બિલ અંગે RBI ગર્વનરે આપ્યું નિવેદન

dharmendravaghela by dharmendravaghela
2026-08-06 13:17:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંસદમાં હાલમાં જ રજૂ થયેલા નવા વિધેયક બાદ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવાના પ્રસ્તાવને લઈને દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ નવા પ્રસ્તાવ મુજબ 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર ચાર્જ લાગવાની વાત સામે આવી છે. જેને લઈને સામાન્ય નાગરિકોમાં મૂંઝવણ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા આનાથી કંઈક અલગ છે.
આ મામલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે આ અંગે કોઈ પણ નિવેદન આપવું ખૂબ જ ઉતાવળભર્યું સાબિત થશે. પેમેન્ટ સિસ્ટમ અને સંશોધનો પર હજુ ઉચ્ચ સ્તરીય વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમનો ખર્ચ કોઈકે તો ઉઠાવવો જ પડે છે, પરંતુ RBIનું મુખ્ય ધ્યાન ડિજિટલ લેવડ-દેવડને સુરક્ષિત અને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા પર જ છે.
આ નવા વિધેયક અને પ્રસ્તાવને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ભ્રામક માહિતી ફેલાઈ રહી છે, પરંતુ હકીકત એ છે કે આ નિયમ માત્ર વેપારીઓ અને મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે જ છે. દૂધ, શાકભાજી, કરિયાણા અને ઓટો-ટેક્સીના સામાન્ય રોજિંદા વ્યવહારો પર તેની કોઈ જ અસર નહીં થાય. ગ્રાહકો અગાઉની જેમ જ 1 લાખ રૂપિયા સુધીની દૈનિક મર્યાદામાં નિશ્ચિંત થઈને પેમેન્ટ કરી શકશે.આપણા દેશમાં થતા કુલ ડિજિટલ વ્યવહારોમાંથી 95 ટકા ટ્રાન્ઝેક્શન 2000 રૂપિયાની મર્યાદાથી ઓછા હોય છે, જ્યારે માત્ર 5 ટકા ટ્રાન્ઝેક્શન જ આ મર્યાદાથી ઉપર થાય છે. તેથી આ પ્રસ્તાવિત શુલ્ક માત્ર તે મર્યાદિત વેપારી વ્યવહારો પર જ લાગુ પડશે. આ શુલ્ક 0.25 ટકાથી 0.4 ટકા સુધી હોઈ શકે છે, પરંતુ તેના અમલીકરણ અને સમયસીમા અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Tags: payment chargeRbisanjay malhotra
Previous Post

ઉત્તર કેરોલિનમાં એક ઘરમાં ફાયરિંગની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા

Next Post

મહુવામાં અકસ્માત બાદ ઉશ્કેરાયેલા શખ્સે મોણપરના ખેડૂત ઉપર કર્યો જીવલેણ હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

મહુવામાં અકસ્માત બાદ ઉશ્કેરાયેલા શખ્સે મોણપરના ખેડૂત ઉપર કર્યો જીવલેણ હુમલો

મીઠી વીરડીના યુવક ઉપર સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યો

નાના ખુંટવડામાં પ્રેમસંબંધની દાઝ રાખી ટ્રેક્ટર ચાલક યુવાન પર પાઈપ, કુહાડીથી ખૂની હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.