અમરેલી સ્ટેટ મોનિટરિંગ સેલે કાંટમાં ગામે રેડની કાર્યવાહી કરી હતી. જેમાં એક મકાનમાં ચાલી રહેલી ક્લબમાં 23 જુગારીઓ સાથે 47 લાખના મુદ્દા માલ કબ્જે કર્યો હતો. જુગારધામ ચાલતું હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં રેડ પોલીસ રેડ પાડતા અનેક જુગારીઓમાં નાસ ભાગ મચી ગઈ હતી.પણ મોટી સંખ્યામા કર્મીઑના કાફલા સાથે પાડેલા આ દરોડામાં જુગારીઓને પકડવામાં સફળતા મળી હતી. ઝડપાયેલ મુદ્દામાલમાં રોકડ સહિત મોટી સંખ્યામાં મોબાઈલ તેમજ જુગાર રમવાની ચિપ્સ પણ મળી આવી હતી.
સમગ્ર મામલે અમરેલી SPએ સ્થાનિક પોલીસકર્મી પર પણ કાર્યવાહી કરી છે. PSI પી,વી સાંખટ અને ડીબી ચૌધરી બન્ને મહિલા PSIને લિવ રિઝર્વ પર મૂકી દેવામાં આવ્યા છે જ્યારે ધારી PSI ડી.સી.સાકરીયાને બદલી કરી દેવામાં આવી છે. PSI પી.બી.લક્કડ ને પેરોલ ફર્લો સ્ક્રોડ માંથી ધારી મૂકી દેવામાં આવ્યા છે. અમરેલી તાલુકા પોલીસ મથકના 3 પોલીસ કર્મીઓની હેડક્વાર્ટરમાં બદલી કરી નાખવામાં આવી છે.