Sunday, August 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

નેપાળમાં 626ના મોત, 2500 ગુમ

કરુણાંતિકામાં કાદવ અને કાટમાળ નીચેથી મળી રહ્યા છે મૃતદેહો

dharmendravaghela by dharmendravaghela
2026-08-29 12:07:35
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કહેવાય છે કે જ્યારે કુદરત રુઠે તો મોટી આફત લાવે છે તેનું ઉદાહરણ નેપાળમાં દેખાયું. નેપાળમાં અચાનક આવેલી ભયાનક પૂરની હોનારતે હાહાકાર મચાવી દીધો. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 626 જેટલા લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે આશરે 2,500થી વધુ લોકો હજુ ગુમ હોવાના અહેવાલ છે. પૂરના તીવ્ર પ્રવાહ અને કાદવ-કીચડ અને કાટમાળના કારણે કૌશિકી અને ભોટેકોશી નદી કિનારાની અસંખ્ય વસાહતો, રસ્તાઓ, પુલ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ જમીનદોસ્ત થઈ ગયા છે.દરમિયાન રાહત કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.


વિનાશક જળપ્રલય અને ફ્લેશ ફ્લડથી ઝૂઝી રહેલા નેપાળમાં વિદેશી મદદ સ્વીકારવા અંગે ઉભા થયેલા વિવાદો વચ્ચે સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રી શિશિર ખનાલ અને વડાપ્રધાન બાલેન શાહે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, નેપાળે કોઈ મિત્ર દેશ કે આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદ લેવાની ક્યારેય ના પાડી નથી. શનિવાર સુધીના આંકડા મુજબ આ ભયાનક આપત્તિમાં 626 જેટલા લોકોના મોત નીપજ્યા છે અને 2500થી વધુ લોકો હજુ પણ પહાડી વિસ્તારો તથા ટનલોમાં કાટમાળ નીચે ફસાયેલા કે ગુમ છે.
નેપાળ સરકારના જણાવ્યા અનુસાર, દુર્ગમ પહાડી વિસ્તારો અને સ્થાનિક ભૌગોલિક સ્થિતિથી નેપાળી સેના, પોલીસ અને સશસ્ત્ર પોલીસ બળના જવાનો વધુ સારી રીતે પરિચિત છે. અજાણ્યા અને જોખમી ઇલાકાઓમાં સીધા વિદેશી દળોને ઉતારવાથી તાલમેલ અને ટેકનિકલ મુશ્કેલીઓ ઊભી થવાનું જોખમ હતું. આથી પ્રારંભિક તબક્કામાં બચાવ કામગીરી ઝડપી બનાવવા પોતાના 15,000થી વધુ સ્થાનિક સુરક્ષા દળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારત અને ચીન પાસે મદદ માંગી
પૂરના પાણીમાં રસુવા અને નુવાકોટ જિલ્લાના ત્રણ ડઝનથી વધુ પુલો વહી જતાં સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. આ માર્ગોને તાત્કાલિક ફરી ધબકતા કરવા માટે નેપાળે ભારત અને ચીન પાસે 42 ‘બેલી બ્રિજ’ (ઝડપથી તૈયાર થતા અસ્થાયી પુલ) બાંધવા માટે વિનંતી કરી છે.ભારતે આવા બ્રિજ નેપાળ મોકલી પણ દીધા છે.
ભારતે તરત જ બતાવ્યું ઉદાર દિલ
નેપાળની હાકલ પડતાં જ ભારતે તાત્કાલિક સહાયનો હાથ લંબાવ્યો છે. ભારતે અત્યાર સુધીમાં 57.5 ટનથી વધુ રાહત સામગ્રીની ત્રણ ખેપ એરફોર્સના વિમાનો મારફતે કાઠમંડુ પહોંચાડી છે. આ સિવાય ટનલ રેસ્ક્યૂ માટે નિષ્ણાતોની ટીમ, 11 સભ્યોની તબીબી ટુકડી અને બેલી બ્રિજ નિર્માણ માટેની વિશિષ્ટ ટેકનિકલ ટીમો પણ રવાના કરી દીધી છે.
નદીમાં બનેલી કૃત્રિમ તળાવથી ફરી પૂરનો ભય
પહેલી તબાહી બાદ હવે નદીના ઉપરી હિસ્સામાં કાટમાળ જમા થવાને કારણે સર્જાયેલું કૃત્રિમ સરોવરે નવી ચિંતા ઉપજાવી છે. સેટેલાઇટ તસવીરો મુજબ, આ ડેમ જેવા બનેલા સરોવરમાં આશરે 20 લાખ ક્યુબિક મીટર પાણી એકઠું થઈ ગયું છે અને આગામી દિવસોમાં વધુ પાણી ઉમેરાવાની ભીતિ છે. જો આ કુદરતી દીવાલ તૂટશે તો નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર અચાનક જળપ્રલય આવી શકે છે.

Tags: flash flood deathnepal
Previous Post

નાણામંત્રી નિર્મળા સીતારામન આજથી અમેરિકા પ્રવાસે

Next Post

બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાનનું ટાયર ફાટયું

dharmendravaghela

dharmendravaghela

Related News

બે નિષ્ફળતા બાદ ISROના વ્હીકલનું કમબેક!
તાજા સમાચાર

બે નિષ્ફળતા બાદ ISROના વ્હીકલનું કમબેક!

August 29, 2026
ન્યૂયોર્કમાં ઈસ્કોન પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે પૂજા કરી
આંતરરાષ્ટ્રીય

ન્યૂયોર્કમાં ઈસ્કોન પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે પૂજા કરી

August 29, 2026
વેનેઝુએલાના 65 બિલિયન બેરલ ઓઈલ પર અમેરિકાનો કબજો
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલાના 65 બિલિયન બેરલ ઓઈલ પર અમેરિકાનો કબજો

August 29, 2026
Next Post
બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાનનું ટાયર ફાટયું

બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાનનું ટાયર ફાટયું

બાળકોના ભોજનમાં કર્યો ભ્રષ્ટાચાર, મિડ-ડે મીલ વગર 14 લાખનું બિલ

બાળકોના ભોજનમાં કર્યો ભ્રષ્ટાચાર, મિડ-ડે મીલ વગર 14 લાખનું બિલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.