Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાતથી અમેરિકા નારાજ

ઈરાન સાથે વેપાર કરનાર કોઈપણ દેશ સામે અમેરિકા કડક પ્રતિબંધો લગાવશે: માર્કો રુબિયો

dharmendravaghela by dharmendravaghela
2026-09-03 11:20:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભારે વિવાદ અને તંગદિલી વચ્ચે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ વિશ્વના દેશોને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પર લાદવામાં આવેલા અમેરિકન પ્રતિબંધોમાંથી તેને બચાવવાનો પ્રયાસ કરનાર કે તેની સાથે વેપાર કરનાર કોઈ પણ દેશ પર ટ્રમ્પ પ્રશાસન કડક પ્રતિબંધો લગાવતા ખચકાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી તાજેતરની બેઠક બાદ આ નિવેદન સામે આવ્યું છે.
બિશકેકમાં SCO સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને ઈરાની પ્રમુખ પેઝેશ્કિયાન વચ્ચે થયેલી બેઠક અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે હાલ કોઈ નવી ટ્રેડ ડીલ થઈ હોય તેવું તેમને લાગતું નથી. પરંતુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નીતિ સ્પષ્ટ કરી છે કે કોઈ પણ દેશે ઈરાનને અમેરિકન પ્રતિબંધોથી બચાવવામાં મદદ ન કરવી જોઈએ. અમેરિકન વિદેશ મંત્રીએ ઉમેર્યું હતું કે ઈરાન કમાણી કરી શકે અને તે પૈસાનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા કે પરમાણુ હથિયારો બનાવવા માટે કરે તેવી કોઈ વ્યવસ્થા બનાવવામાં કોઈ દેશે મદદ ન કરવી જોઈએ. જો કોઈ દેશ ઈરાન સાથે આવો વેપારી કરાર કરવાનો નિર્ણય કરશે, તો અમેરિકા તે દેશ પર પણ આકરા પ્રતિબંધો લાદવા મજબૂર બનશે.
કિર્ગિસ્તાનની રાજધાની બિશકેકમાં યોજાયેલી ‘શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન’ (SCO) પરિષદ દરમિયાન પીએમ મોદી અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પ્રવર્તમાન પરિસ્થિતિ અને ક્ષેત્રમાં વધી રહેલા વિવાદ પર ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતનું વલણ પુનરાવર્તિત કરતા કહ્યું હતું કે તમામ વિવાદોનો ઉકેલ યુદ્ધના બદલે માત્ર વાટાઘાટો અને કૂટનીતિ (ડિપ્લોમસી) દ્વારા જ લાવવો જોઈએ. આ ઉપરાંત તેમણે દરિયાઈ વાહતુક અને મુક્ત વેપારની સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને સામાન્ય નાગરિકો તેમજ જહાજો પર કામ કરતા નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.

Tags: modi & iran foren minister
Previous Post

બોગસ સોફટવેરથી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા

Next Post

રશિયા ભારતને ક્રૂડ ઓઈલ આપવામાં મોખરે

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
રશિયા ભારતને ક્રૂડ ઓઈલ આપવામાં મોખરે

રશિયા ભારતને ક્રૂડ ઓઈલ આપવામાં મોખરે

નેપાળ પૂર પ્રકોપમાં 1200થી વધુ લોકોના મોત

નેપાળ પૂર પ્રકોપમાં 1200થી વધુ લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.