Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રેશનમાં હવે 3ની બદલે 1 કિલો જ ચોખા મળશે!

સરકારે રેશનિંગના અનાજમાં કાપ મૂક્યો, ગરીબ અને માધ્યમ વર્ગના લોકોમાં નારાજગી

dharmendravaghela by dharmendravaghela
2026-09-07 12:17:22
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સરકારી સસ્તા અનાજની દુકાનો પર કાર્ડધારકોને વ્યક્તિદીઠ 3 કિલો ચોખા મળતા હતા, જેમાં સરકારે કાપ મૂકીને હવે વ્યક્તિદીઠ માત્ર 1 કિલો ચોખા આપવાનું નક્કી કર્યું છે. રાજ્ય અન્ન નાગરિક પુરવઠા વિભાગે ચાલુ સપ્ટેમ્બર મહિનાના રેશનિંગના અનાજમાં કાપ મૂકતાં ગરીબ-મધ્યમના રેશનકાર્ડ ધારકોમાં નારાજગી વ્યાપી છે.
હવે ચોખાના જથ્થામાં 2 કિલોનો ઘટાડો કરીને તેની સામે પૌષ્ટિક અનાજ તરીકે વ્યક્તિદીઠ 2 કિલો બાજરી આપવાનું નવું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે, આ મહિને રેશનકાર્ડ ધારકોને ચોખા ખૂબ જ ઓછી માત્રામાં મળી રહ્યા છે અને તેની સામે ઘઉં-બાજરીનો જથ્થો વધુ પ્રમાણમાં મળી રહ્યો છે.
સામાન્ય રીતે ગુજરાતી પરિવારોના રોજિંદા આહારમાં ચોખાનો મોટો અને મહત્ત્વનો હિસ્સો છે. મોટાભાગના ઘરોમાં દાળ-ભાત અને ખીચડી જેવા પરંપરાગત ભોજન નિયમિત રીતે બને છે. રેશનકાર્ડ ધારકોનું કહેવું છે કે, ઘરોમાં ઘઉં અને બાજરી કરતાં ચોખાનો વપરાશ ઘણો વધારે છે. અચાનક ચોખાનો જથ્થો ઘટાડી દેવાતા હવે પરિવારોને બહાર ખુલ્લા બજારમાંથી ઊંચા ભાવે ચોખા ખરીદવાની ફરજ પડશે, જેનાથી તેમનું ઘરનું બજેટ ખોરવાઈ જશે.
અગાઉ પુરવઠા વિભાગ દ્વારા વ્યક્તિદીઠ 1 કિલો બાજરી અપાતી હતી, જે આ મહિને વધારીને 2 કિલો કરાઈ છે. રેશન દુકાનો પર અનાજનો નવો જથ્થો પહોંચી ગયો છે, પરંતુ કાર્ડધારકોમાં એવી ચર્ચા છે કે આ વધારાની બાજરીનો તેમની જરૂરિયાત મુજબ ઉપયોગ થતો નથી. ગ્રાહકો હવે રેશન સંચાલકો પાસે બાજરીના બદલે અગાઉની જેમ જ વ્યક્તિદીઠ 3 કિલો ચોખા આપવાની માંગ કરી રહ્યા છે અને સરકાર આ નિર્ણય પર પુનઃવિચાર કરે તેવી માંગ ઊઠી છે.

Tags: gujaratration cardrice
Previous Post

મેક્સિકોમાં ચર્ચ ઉત્સવ બન્યો મોતનો ઉત્સવ આતિશબાજીનો સામાન ફાટતા 10 ના મોત

Next Post

દિલ્હીમાં હોસ્ટેલ ધરાશાયી : પાંચના મોત, વિદ્યાર્થીઓ કાટમાળમાં દટાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
દિલ્હીમાં હોસ્ટેલ ધરાશાયી : પાંચના મોત, વિદ્યાર્થીઓ કાટમાળમાં દટાયા

દિલ્હીમાં હોસ્ટેલ ધરાશાયી : પાંચના મોત, વિદ્યાર્થીઓ કાટમાળમાં દટાયા

વિશ્વના નવા નકશામાં ભારતના વિસ્તારો સાથે કોઈપણ છેડછાડ નહીં ચલાવી લેવાઈ

વિશ્વના નવા નકશામાં ભારતના વિસ્તારો સાથે કોઈપણ છેડછાડ નહીં ચલાવી લેવાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.