ભાવનગર શહેરની જીવાદોરી શેત્રુંજી ડેમમાં ગઇકાલ રાતથી પાણીની આવક વધી છે અને આજે સવારે તેમાં ઉતરોતર વધારો નોંધાયો છે. રાત્રે પ્રથમ ૬૨૯૨ ક્યુસેક પાણીની આવક નોંધાયા બાદ સવારે વધીને ૧૦૮૪૦ બાદમાં ૨૨૪૧૫ અને પછી ૩૨૩૨૦ ક્યુસેક થતા નવા નીરની ધસમસતી આવકના પગલે સપાટી વધીને આજે બપોરે ૩૨.૦૧ ફૂટ થઇ છે અને હજુ સાંજ સુધીમાં સપાટી વધુ ઊંચે જાય તેવી સંભાવના છે.