કાપડ ઉદ્યોગના હબ ગણાતા સુરત શહેરમાં કાપડ માર્કેટમાં ઉઠમણાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આ જ પ્રકારનો એક કિસ્સો મે મહિનામાં સુરતની ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં બન્યો હતો. ઉધારમાં માલ ખરીદીને કુલ રૂપિયા ૨૧ કરોડની છેતરપિંડીના આ કેસમાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ તેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલને સોંપવામાં આવી હતી. જેમાં અગાઉ છ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે અને વધુ એક આરોપીની ઇકો સેલે ભાવનગરના સિહોર પંથકમાંથી ધરપકડ કરી છે.
સુરતના સહારા દરવાજા ખાતે આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં છડ્ઢજી કલ્ચર અને ઇદ્ગઝ્ર એન્ટરપ્રાઈઝના નામથી ભાગીદારી પેઢી બનાવીને અલગ અલગ વેપારીઓ પાસેથી ગ્રે કાપડનો કરોડો રૂપિયાનો માલ ઉધારમાં ખરીદીને કુલ ૧૦ જેટલા ભાગીદારોએ ૨૧ કરોડ રૂપિયાનું ઉઠમણું કર્યું હતું અને ઉઘરાણીના સમયે દુકાન બંધ કરીને નાસી ગયા હતા. આ તમામ લોકો વિવર્સ પાસેથી ઉધારમાં મોટી માત્રામાં ગ્રે કાપડનો માલ મંગાવીને પોતાના નામે બતાવી કાપડ માર્કેટમાં ઓછા ભાવે વેચી દેતા હતા અને વિવર્સને રૂપિયા ચૂકવતા ન હતા. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી અનસ મોટીયાણી છે. જે હાલ દુબઈમાં છે. જ્યારે અન્ય ભાગીદારો પૈકી અજીમ પેનવાલા, દિક્ષિત મિયાણી, જનક છાંટબાર, જીતેન્દ્ર માંગુકિયા, મહાવીર તાપડીયા અને જીતેન્દ્ર પુરોહિતની આ કેસમાં સુરત પોલીસ અગાઉ ધરપકડ કરી ચૂકી છે. જ્યારે આ કેસનો વધુ એક આરોપી રવિરાજસિંહ ગોહિલ જે પણ અનસ મોટીયાણી સાથે દુબઈ ભાગી ગયો હતો તે ભારત પરત આવતા તેની બાતમીના આધારે સુરતની ઇકો સેલે ધરપકડ કરી છે.
પોલીસના હાથે પકડાયેલ આરોપી રવિરાજસિંહ ગોહિલ મુખ્ય આરોપી અનસ સાથે દુબઈ ભાગી ગયો હતો અને દુબઈ ખાતે આવેલા અલઅવિર શાક માર્કેટમાં શાકભાજીનો ધંધો શરૂ કર્યો હતો. જાેકે, બંને પૈકી રવિરાજસિંહના વિઝાપુરા થવાના હોવાથી તે ભારત પરત આવી ગયો હતો. ભારત આવ્યા બાદ તે રાજ્યના અલગ અલગ મંદિરોમાં રોકાયો હતો. ત્યારબાદ પોતાના ગામ વાવ ખાતે ખેતરોમાં તેમજ ઘરે સંતાઈને રહેતો હતો.
જે અંગેની બાતમી સુરત ઇકો સેલની ટીમને મળતા તેને તેના મૂળ ગામ ભાવનગરના વાવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી પાસેથી સુરત પોલીસે ૪ કરોડ ૭૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો અને હવે જ્યારે રવિરાજસિંહ ગોહિલ પકડાયો છે ત્યારે તેની પૂછપરછ કરીને તેની પાસેથી પણ મુદ્દા માલિક કવર કરવાની તજવીજ હાથ કરવામાં આવી છે. સુરત શહેરના કુલ ૧૦૦થી વધુ વિવર્સ સાથે છેતરપિંડી કરવાના ગુનામાં રવિરાજસિંહ સહિત પોલીસે કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે હજુ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જેમાંનો મુખ્ય આરોપી અનસ મોતીયાણી દુબઈમાં બેઠો હોવાથી પોલીસ દ્વારા તેને પકડવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.