નવી દિલ્હી ખાતે આજથી મોદી સરકારની ચિંતન શિબિર શરૂ થવા જઈ રહ્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર એમ બે દિવસ ચાલશે. આ બેઠક અંતર્ગત આજે સાંજે 4:30 વાગ્યે પ્રધાનમંત્રી અને મંત્રીપરિષદ વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક મંથન કરશે, જ્યારે 1 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે બેઠકનો દોર આગળ વધશે. આ શિબિરમાં સરકાર દ્વારા મંત્રીઓ સમક્ષ આગામી સમયની એક વિસ્તૃત કાર્યયોજના પણ રજૂ કરવામાં આવશે.





