દેશના ત્રણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની છ બેઠકો પર યોજાઈ રહેલી પેટાચૂંટણી માટે આજે સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે.જેમાં મતદારો ઉત્સાહભેર કતારોમાં ઉભા રહીને પોતાના મત આપી રહ્યા છે. ભાજપ, કૉંગ્રેસ, ટીએમસી, ડીએમકે અને સીપીઆઈ સહિતના મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે, જેમાં પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર, તમિલનાડુની મધુરાંતકમ તથા ધારાપુરમ બેઠકો, પુડુચેરીની થટ્ટનચાવડી બેઠક અને આસામની નાગાંવ લોકસભા બેઠક પર રાજકીય ભવિષ્ય EVM માં કેદ થઈ રહ્યું છે.






