આસામના નગાંવમાં આજે મંગળવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા ધરતી ધ્રૂજી ઉઠી હતી અને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ભૂકંપની તીવ્રતા ૪.૫ નોંધાઈ હતી, જેની અસર નગાંવ તેમજ આસપાસના વિસ્તારોમાં વર્તાતા લોકોમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે, લોકો નીંદરમાંથી જાગી ગયા હતા જોકે હાલ કોઈ મોટા નુકસાનના અહેવાલની રાહ જોવામાં આવી રહી છે.





