ફ્લાયદુબઈ વિમાનના કોકપીટમાં પોતાના સહ-પાઇલટ દ્વારા કરવામાં આવેલા હુમલાનો સામનો કરનાર અને 174 મુસાફરો અને ક્રૂ સભ્યોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત માછરને ઇઝરાયલનો ‘નાગરિક વીરતા માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર’ પ્રેસિડેન્સિયલ એવોર્ડ ફોર સિવિલિયન હીરોઈઝમ – પ્રાપ્ત થશે. જેની ઈઝરાઈલના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી છે.નાગરિક બહાદુરી માટે આ દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે. ભારત માટે પણ આ ખૂબ જ ગર્વની ક્ષણ કહેવાશે. કારણ કે, વિદેશી ધરતી પર કોઈ ભારતીયને જે તે દેશનું સર્વોચ્ચ સન્માન મળે તે ગર્વની વાત છે.
ઓમાનના વતની હમ્મામ અલ-હમ્મામીએ કોકપીટની અંદર ઇમરજન્સી કુહાડીનો ઉપયોગ કરીને હુમલો કર્યો ત્યારે માછરને ગંભીર ઇજા થઈ હતી. ગંભીર ઇજાઓ અને ભારે ઈજાઓ થઈ હોવા છતાં, ભારતીય પાઇલટ કોકપીટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યો. આ કામગીરીથી ઇઝરાયલી મુસાફરો કોકપીટમાં પ્રવેશી શક્યા અને હુમલાખોરને કાબુમાં લઈ શક્યા હતાં. આજે આખા વિશ્વમાં કેપ્ટન સ્મિત મચ્છરના ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે.
અત્યારે ભારતીય પાઇલટ સ્મિત મચ્છરની યુએઈમાં એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગે જાહેરાત કરી છે કે, જ્યારે કેપ્ટન સ્મિત મચ્છર સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જશે ત્યારે તેમને સન્માનિત કરીશું.તેમણે કહ્યું કે, આજે આપણે જે ઇઝરાયેલી નાયકોનું સન્માન કરી રહ્યા છીએ તેમની સાથે સાથે, અમે ભારતના કેપ્ટન સ્મિત મચ્છરના સંપૂર્ણ અને ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરીએ છીએ. કેપ્ટન મચ્છરની અસાધારણ બહાદુરી અને ઉત્કૃષ્ટ વ્યાવસાયિકતાએ એક મોટી દુર્ઘટનાને ટાળવામાં મદદ કરી હતી. તેઓ સ્વસ્થ થઈ જાય પછી, ઇઝરાયેલની જનતા વતી તેમને ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલિયન હીરોઇઝમ’ અર્પણ કરવો એ મારા માટે ગૌરવની વાત હશે.






