બંદર-શિપીંગ મંત્રી સોનાવાલ ભાવનગરની મુલાકાતે આવ્યા હતાં. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને તેમની સાથે ઉચ્ચ અધિકારીઓએ અલંગ શિપ રિસાયકલીંગ યાર્ડની મુલાકાતે લીધી હતી. આ મુલાકાત વેળાએ લીલા શિપ રિસાયકલીંગ યાર્ડ ખાતે મંત્રી સર્બાનંદ સોનાવાલ, સાસદ ડો. ભારતીબેન શિયાળ, ડૉ. સંજીવ રંજન (સચિવ, શિપિંગ), રાજેશ કુમાર સિંહા, (અધિક સચિવ શિપિંગ), ભૂષણ કુમાર, (સંયુક્ત સચિવ, શિપિંગ), રાજીવ જલોટા (ચેરમેન IPA), સુજીત કુમાર, (મંત્રીના PS), યોગેશ નીરગુડે (કલેકટર ભાવનગર), રવીન્દ્ર પટેલ (જિલ્લા પોલીસ અધિક્ષક, ભાવનગર), એસ.કે.મહેતા (અધ્યક્ષ, DPA), નંદીશ શુક્લા (ઉપાધ્યક્ષ DPA), નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય રાહુલ મોદી સહિતનાએ મુલાકાત લઇ અલંગના વિકાસ અને નવી ક્ષિતિજાે અંગે ચર્ચા કરી હતી. મહેમાનોને લીલા ગૃપના સી.એમ.ડી. કોમલકાંત શર્મા, લીલા શિપ રિસાયકલીંગ યાર્ડના વિશાલભાઇ સોની તથા લીલા ગૃપના અધિકારીઓએ આવકાર્યાં હતાં. મહેમાનો લીલા ગૃપના આતિથ્ય અને ભાવનગરના ભાવથી અભિભૂત થયા હતાં.