અમેરિકામાં ભારતીય મૂળના લોકો અને હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને એક ભયાનક નરસંહારની સાજીશ રચવામાં આવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અમેરિકી રાજ્ય ઈલિનોઈસના ઓરોરાવિસ્તારમાં આવેલા એક હિન્દુ પૂજાસ્થળ પર હુમલો કરવાની તૈયારી કરી રહેલા ૧૯ વર્ષીય યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ યુવક નવરાત્રીના પવિત્ર અવસર પર આ હુમલો અંજામ આપવાની ફિરાકમાં હતો.
અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આરોપીની ઓળખ એલેક્ઝેન્ડ્રોસ પેપોરાકિસ તરીકે થઈ છે. તપાસ દરમિયાન પોલીસને એક મેનિફેસ્ટો હાથ લાગ્યો છે, જેમાં ‘શ્વેત વર્ચસ્વ’ જેવી ચરમપંથી વિચારધારાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ડાક્યુમેન્ટમાં દક્ષિણ એશિયા અને ખાસ કરીને ભારતીય મૂળના લોકો વિરુદ્ધ હિંસા આચરવાની વાતો લખવામાં આવી હતી.
મોટા પાયે ગોળીબારની આ કાવતરાભરી યોજનાનો પર્દાફાશ થયા બાદ ૧૧ ઓક્ટોબરે આ યુવકની ધરપકડ કરવામાં આવી છે. બુધવારે કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે અને આગામી ૩૦ ઓક્ટોબરે તેને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.આ ખતરનાક કાવતરાનો પર્દાફાશ એક સતર્ક નાગરિકના કારણે થયો.પોલીસે જ્યારે આરોપીના ઘરની તલાશી લીધી ત્યારે ત્યાંથી ભારે માત્રામાં હથિયારો મળી આવ્યા હતા. પોલીસને એક રાઇફલ, રાઇફલની અનેક લોડેડ મેગઝીન, સેંકડો રાઉન્ડ ગોળા-બારૂદ અને ટૅક્ટિકલ સાધનો મળી આવ્યા છે. ખાસ કરીને એક ટૅક્ટિકલ વેસ્ટ મળી આવી જેના પર શ્વેત વર્ચસ્વવાદી






