ભાવનગરમાં અટલ ઓડીટોરિયમ ખાતે ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા રૂ.૭૧.૩૯ કરોડના ૧૨૭ વિકાસના કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત તથા રૂ.૧૫.૫૬ કરોડના ૫૫ કામોનું ઇ-લોકાર્પણ કરાયું હતું.
ગુજરાત સરકાર દ્વારા વિશ્વાસથી વિકાસયાત્રાના આયોજન દરમિયાન વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોનું ઈ- લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કરતાં ભાવનગરના મેયર કીર્તિબાળા દાણીધારીયા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છેવાડાનાં વિસ્તારમાં અનેક વિકાસના કામો થયા છે અને હાલમાં પણ અવિરતપણે થઈ રહ્યા છે તેમ આ પ્રસંગે જણાવ્યું હતું.
ગુજરાતનો દરેક ક્ષેત્રમાં વિકાસ થયોઃ આત્મરામ પરમાર
આ તકે ઉપસ્થિત ગઢડાનાં ધારાસભ્ય આત્મારામ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના છેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતનો દરેક ક્ષેત્રમાં વિકાસ થયો હોવાનું જણાવ્યું હતું. રાજ્યમાં લોકોની સુખાકારી વધે તે માટે સિંચાઈ, કૃષિ, શહેરી વિકાસ, આરોગ્ય, ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રે સરકાર વિકાસની નવી કેડી કંડારી રહી છે.