• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 22, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદમાં 25.5 કરોડના ડ્રગ્સ સાથે 3 ઝડપાયા

રાજ્યભરના અલગ-અલગ સ્થળે ડ્રગ્સ મોકલવાનું હતું, અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાંચનું સંયુક્ત ઓપરેશન

dharmendravaghela by dharmendravaghela
2026-10-22 12:07:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર CTM ટોલનાકા નજીકથી 25.5 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આંતરરાજ્ય નેટવર્કના પર્દાફાશમાં 2.5 કિલો MD અને 4.5 કિલો હેરોઇન જપ્ત કરાયું છે. પકડાયેલા આરોપીઓ નવી દિલ્હીના તિફેલ નોખેજ, મેરઠના મોહમ્મદ ઇમરાન અને કફીલ અહેમદ છે, જેઓ ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર CTM ટોલનાકા નજીક, રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કરોડો રૂપિયાના નશીલા પદાર્થોની હેરાફેરી કરી રહેલા ત્રણ શખસોને ઝડપી લીધા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા ત્રણેય આરોપીઓ ગંભીર ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. જેમાં નવી દિલ્હીનો 40 વર્ષીય તિફેલ નોખેજ વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઇન અને વર્ષ 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગુનાઓમાં સંડોવાયેલો હતો. મેરઠનો 38 વર્ષીય મોહમ્મદ ઇમરાન અલ્વી છેડતી, કબૂતરબાજી અને છેતરપિંડી જેવા ગુનાઓમાં સામેલ છે. જ્યારે નવી દિલ્હીનો 59 વર્ષીય કફીલ અહેમદ અગાઉ જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ MD અને રાજસ્થાનમાં પેરોલ દરમિયાન 3 કિલો એલ્પાઝોલમ સાથે પકડાયેલો કુખ્યાત આરોપી છે.
આ જોઇન્ટ રેઇડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી કુલ 2,497.490 ગ્રામ એટલે કે આશરે 2.5 કિલો MD ડ્રગ્સ કબ્જે કર્યું છે, જેની બજાર કિંમત 1.2 કરોડ રૂપિયા પ્રતિ કિલો લેખે આશરે 3 કરોડ રૂપિયા થાય છે. આ ઉપરાંત 4,531.220 ગ્રામ એટલે કે આશરે 4.5 કિલો હેરોઇન જપ્ત કરાયું છે, જેની બજાર કિંમત 5 કરોડ રૂપિયા પ્રતિ કિલો લેખે આશરે 22.5 કરોડ રૂપિયા થાય છે. આમ, પોલીસે કુલ 25.5 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતો જંગી જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags: AhmedabadDrugssurat
Previous Post

ફેક વીડિયોના આધારે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો

dharmendravaghela

dharmendravaghela

Related News

ફેક વીડિયોના આધારે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો
આંતરરાષ્ટ્રીય

ફેક વીડિયોના આધારે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો

October 22, 2026
રિલાયન્સ-યુએસ કોમર્શિયલ ટાઇ-અપ: જામનગર બનશે ગ્લોબલ ડીપ-ટેક અને ન્યૂ એનર્જી ઇનોવેશનનું મુખ્ય કેન્દ્ર
તાજા સમાચાર

રિલાયન્સ-યુએસ કોમર્શિયલ ટાઇ-અપ: જામનગર બનશે ગ્લોબલ ડીપ-ટેક અને ન્યૂ એનર્જી ઇનોવેશનનું મુખ્ય કેન્દ્ર

October 22, 2026
રશિયાનો યુક્રેન પર હુમલો: પાંચના મોત
આંતરરાષ્ટ્રીય

રશિયાનો યુક્રેન પર હુમલો: પાંચના મોત

October 22, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In