ચીનના તિબેટ વિસ્તારમાં ગુરુવારે રાત્રે 7.0ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો.જેમાં 16 લોકોનાં મોત થયા છે અને 54 લોકો ઘાયલ થયા છે. ભારતના નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી)ના જણાવ્યા અનુસાર, રાત્રે આ ભૂકંપના આંચકા નોંધાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની અંદર 173 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું.
ચીનના ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (CENC)ના અહેવાલ મુજબ, સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 10:33 વાગ્યે ઉત્તરી તિબેટના નાગચૂ વિસ્તારમાં આ આંચકા આવ્યા હતા. આ કેન્દ્રબિંદુ તિબેટની રાજધાની લ્હાસાથી આશરે 400 કિલોમીટર દૂર પર્વતીય વિસ્તારમાં હતું. આ સ્થળ આશરે 4,864 મીટરની ઊંચાઈ પર આવેલું છે. બીજી તરફ, જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અને CENCએ જણાવ્યું હતું કે ભૂકંપની ઊંડાઈ જમીનથી માત્ર 10 કિલોમીટર નીચે હતી. સ્થાનિક લોકોએ આ પ્રચંડ આંચકા સ્પષ્ટપણે અનુભવ્યા હતા.
ચીનના ભૂકંપ નેટવર્ક કેન્દ્ર અનુસાર ભૂકંપના આંચકા સ્થાનિક વિસ્તારમાં સ્પષ્ટપણે અનુભવાયા હતા.આ ઉપરાંત, પાકિસ્તાનમાં 4.9 અને અફઘાનિસ્તાનમાં 4.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. તિબેટ દુનિયાના એવા વિસ્તારોમાં સામેલ છે, જ્યાં ભૂકંપ આવવાનું જોખમ વધારે રહે છે. અહીં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે. તેમની હલચલથી હિમાલય પર્વત બન્યો છે, પરંતુ આ જ કારણોસર આ વિસ્તારમાં ભૂકંપ પણ આવતા રહે છે.
જાન્યુઆરી 2025માં તિબેટના તિંગરી કાઉન્ટીમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં તિબેટમાં લગભગ 400 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે પાડોશી નેપાળમાં 13 લોકોનાં જીવ ગયા હતા. તેના આંચકા ઉત્તર ભારત સહિત દક્ષિણ એશિયાના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા.






