પાલીતાણામાં નીલકંઠ મહાદેવ મંદિર રક્ષા સમિતિના નેજા હેઠળ ચાલતા ઉપવાસ આંદોલન નો સુખદ અંત આવ્યો છે .છેલ્લા ચૌદ દિવસથી શેત્રુંજય પર્વત પર બિરાજમાન નીલકંઠ મહાદેવ મંદિર અંગે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું. સ્થાનિક લોકો, સાધુ સંતો અને ભાજપ સંગઠન દ્વારા પણ ઉપવાસ આંદોલનને સમર્થન મળ્યું હતું.
સુત્રોના જણાવ્યા મુજબ, પાલીતાણાના શેત્રુંજય પર્વત પર બિરાજમાન નીલકંઠ મહાદેવના મંદિર મુદ્દે વહીવટી તંત્ર દ્વારા બેઠક બાદ વિવિધ પાંચ માંગણીઓનો ટ્રસ્ટે સ્વીકાર કર્યો.
જેને લઇને છેલ્લા ચૌદ દિવસથી સ્વામી શરણાનદ બાપુ દ્વારા ધાર્મિક ન્યાય હિત માટે ચાલતા ઉપવાસ આંદોલન નો અંત આવ્યો છે.