આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, તેઓ આજે 72 વર્ષના થઈ ગયા છે. પીએમ મોદીનું નામ દેશના જ નહીં, પણ દુનિયાના શીર્ષ નેતાઓમાં સામેલ છે. તેમના જન્મદિવસ પર લોકો તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. દેશ-દુનિયાના તમામ નેતાઓ તેમને જન્મદિવસની શભકામનાઓ આપી રહ્યા છે. ટ્વીટર પર તેમનો જન્મદિવસ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ દરમિયાન તેમની પાર્ટીના નેતાઓની સાથે સાથે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ પણ તેમને બર્થ ડે વિશ કરી રહ્યા છે.
પીએમ મોદીને રાહુલ ગાંધી સહીત ઘણા કોંગ્રેસી નેતાઓએ જન્મદિવસની શુભકામનાઓ આપી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ. જણાવી દઈએ કે રાહુલ ગાંધી આ સમયે કેરલનાં કરુણાગાપલ્લીમાં છે. આજે કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો 9મો દિવસ છે.
રાહુલ ગાંધી ઉપરાંત દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ પીએમ મોદીના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ આપી છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા, તમારા સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના.






