ચંડીગઢ યુનિવર્સિટીમાં મોડી રાતે હડકંપ મચી ગયો હતો, જ્યારે એક વિદ્યાર્થિનીએ બીજી વિદ્યાર્થીનીનો ન્હાતા વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ હોસ્ટેલની 8 વિદ્યાર્થિનીઓએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. યુનિવર્સિટીના ગેટ નંબર 2 પર વિદ્યાર્થીઓને હોબાળો કર્યો હતો. કેટલાય વિદ્યાર્થીઓ અહીં જમા થઈ ગયા હતા. અને તેમને સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં પોલીસે આવીને કાર્યવાહીનું આશ્વાસન આપતા વિદ્યાર્થીઓ શાંત થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આત્મહત્યા કરનારી વિદ્યાર્થીઓમાં એક હાલત ગંભીર છે.
એક રિપોર્ટ્સ અનુસાર, ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓના લાંબા સમયથી ન્હાતા હોવાનો વીડિયો બનાવી રહ્યા હતા. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, મેનેજમેન્ટ આ મામલાને દબાવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ગટના બાદ ભડકેલા વિદ્યાર્થીઓએ મોડી રાતે યુનિવર્સિટી કેમ્પસમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો. વાયરલ વીડિયો લઈને 8 યુવતીઓએ આત્મહત્યા કરવાની કોશિશ કરી છે.
કહેવાય છે કે, જે યુવતી પર અન્ય યુવતીઓના વીડિયો બનાવીને વાયરલ કરવાનો આરોપ છે. તેને હોસ્ટેલના એક રૂમમાં બંધ કરીને રાખવામાં આવી છે. હોબાળો એટલો વધી ગયો કે, સિક્યોરિટી ગાર્ડ્સને યુનિવર્સિટીનો મુખ્ય ગેટ બંધ કરવો પડ્યો. જેને લઈને પોલીસે લાઠી ચાર્જ પણ કરવો પડ્યો. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, જે યુવકે ઈન્ટરનેટ પર યુવતીઓના વીડિયો વાયરલ કર્યા તે શિમલાનો રહેવાસી છે. ખાનગી યુનિવર્સિટીમાં યુવતીઓના બાથરુમની અંદરના વીડિયો બનાવીને આરોપી યુવતીને રંગે હાથે પકડી પાડી હતી. જેનો વીડિયો યુનિવર્સિટીના જ એક સ્ટૂડેંટે યૂટ્યૂબ પર પોસ્ટ કર્યો છે.