મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 30 સ્પર્ધાત્મક યુવક મહોત્સવ આવતીકાલ તા. 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ પૂર્વે આજે આ મહોત્સવમાં ભાગ લેનાર કલાકાર વિદ્યાર્થીઓ દ્વારા કલા યાત્રાનું આયોજન થયું હતું.
આ યાત્રામાં વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવીયા તેમજ ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. એમ. એમ. ત્રિવેદી પણ એક સાથે જોવા મળ્યા હતા. અલબત્ત વડાપ્રધાન, મુખ્યમંત્રી કે કેન્દ્રીય મંત્રી રૂબરૂ હાજર ન હતા પરંતુ તેમના મોહરાઓ સાથે સ્વામી સહજાનંદ કોલેજના વિદ્યાર્થીઓએ કલા યાત્રામાં જોડાઈને આકર્ષણ જમાવ્યું હતું .