કોંગ્રેસના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે એવું જણાવ્યું કે જેમણે પણ કોંગ્રેસ છોડીને જવું હોય તેઓ જઈ શકે છે. તેમણે કહ્યું કે જો કોઈ કોંગ્રેસમાંથી જવા માગતા હોય તો શું કોંગ્રેસ ખતમ થઈ ગઈ. જો કોઈ જવા માગતા હોય તો બિલકુલ જાય. અમે કોઈને રોકવા માગતા નથી. જો કોઈનો વિચાર ભાજપ સાથે મેચ ખાતો હોય તો તેમના જવા માટે હું મારી ગાડી આપીશ.
મધ્યપ્રદેશ કોંગ્રેસ ચીફ કમલનાથે કહ્યું કે કોઈના જવાથી કોંગ્રેસ ખતમ નહીં થાય. તાજેતરના સમયમાં કોંગ્રેસમાંથી એક પછી એક નેતા રાજીનામા આપીને ભાજપમાં સામેલ થઈ રહ્યાં છે તે મુદ્દે કમલનાથે આવું નિવેદન આપ્યું હતું. તાજેતરના સમયમાં કેપ્ટન અમરિન્દર, કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ સહિતના ઘણા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી હતી જેમાંના કેટલાક ભાજપમાં સામેલ થયા હતા તો કેટલાક નવી પાર્ટી બનાવી હતી.