વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર કારગિલમાં ભૂકંપથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ સવારે 9.30 વાગ્યે આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે રિએક્ટર પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂકંપની અસર લદ્દાખના 64 કિમી વિસ્તારમાં જોવા મળી હતી. ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.
પહાડી રાજ્ય જમ્મુ કાશ્મીરમાં અઠવાડિયામાં બે વાર ભૂકંપ આવતા કોઈ મોટી હોનારતની શંકા સેવાઈ રહી છે. ત્રણ દિવસ પહેલાના લેહના ધરતીકંપ બાદ આજે લદ્દાખમાં 4.3ની તીવ્રતાના ધરતીકંપે ધરતી ધ્રૂજાવી હતી. સદનસીબે જાનહાનીની કોઈ ખબર નથી. પરંતુ વારંવાર ધરતીકંપના આંચકા આવવા કોઈ મોટી હોનારતનો સંકે છે. લેહના અલ્ચીથી લગભગ 189 કિલોમીટર ઉત્તરમાં લગભગ 4.19 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અલ્ચીથી 89 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં મૂક્યું હતું.
વારંવાર ભૂકંપના આંચકા મોટી હોનારતનો સંકેત
પૃથ્વી વૈજ્ઞાનિકોની ચેતવણી છે કે નાના આંચકા કોઈ મોટી હોનારતનો સંકેત છે. જમ્મુ-કાશ્મીરમાં હાલના સમયમાં સતત નાના-નાના ભૂકંપ આવી રહ્યા છે. શું આ નાના ધરતીકંપો મોટા જોખમની નિશાની છે? આવી સ્થિતિમાં, તેમને હળવાશથી લેવું એ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ હળવા ભૂકંપને મોટી ચેતવણી તરીકે જોવું જોઈએ અને મોટા ભૂકંપની સ્થિતિમાં નુકસાનથી બચવા માટે અગાઉથી જ તેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ.